13 વર્ષની જાપાનીઝ ખેલાડી મોમિજી નિશીયાને સ્ટ્રીટ સ્કેટબોર્ડ ગોલ્ડ મેડલ. REUTERS/Lucy Nicholson

ટોકિયો ઓલિમ્પિકમાં સોમવારે ઈતિહાસ સર્જાયો હતો અને આ ઈતિહાસ યજમાન દેશની સ્પર્ધકે જ સર્જયો હતો. 13 વર્ષની જાપાનીઝ ખેલાડી મોમિજી નિશીયા સ્ટ્રીટ સ્કેટબોર્ડની ચેમ્પિયન બની છે અને ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી નાની વયે ગોલ્ડ મેડલ મેળવનારા ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે.

જોકે મોમિજી સૌથી નાની વયની ખેલાડી તરીકે ગોલ્ડ મેળવવામાં સ્હેજ માટે ચૂકી ગઈ છે. આ રેકોર્ડ અમેરિકાની માર્જોરી ગેસ્ટ્રિંગના નામે છે.તેણે 13 વર્ષ એ 268 દિવસની વયે 1936ની બર્લિન ઓલિમ્પિકમાં ડાઈવિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મોમિજીની વય 13 વર્ષ 330 દિવસ છે.

સ્કેટબોર્ડને રમત તરીકે ઓલિમ્પિકમાં પહેલી વખત સ્થાન મળ્યું છે. જોકે સિલ્વર મેડલ જીતનાર બ્રાઝિલની સ્પર્ધક રેસા લીલ 13 વર્ષ અને 203 દિવસની છે. જો તે ગોલ્ડ મેડલ જીતી હોય તો તે સૌથી નાની વયે ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ સર્જી શકી હોત.