અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પર નિર્મિત ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘મેલેનિયા’ યુકેમાં ફ્લોપ થઈ છે. લંડનમાં શુક્રવારે સ્ક્રીનિંગ માટે માત્ર એક ટિકિટ વેચાઈ હતી, જ્યારે સાંજે 6 વાગ્યાની સ્ક્રીનિંગ માટે બે લોકોએ ટિકિટ ખરીદી હતી. લંડનના વ્યુ થીયેટર્સમાં કુલ 28 શેડ્યૂલ સ્ક્રીનિંગ્સ માટે બ્રિટિશ દર્શકોનો જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નહોતો.
આ ડોક્યુ ફિલ્મમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં પત્નીની જીવન ઝરમર દર્શાવવામાં આવી છે. એમેઝોને આ ડોક્યુમેન્ટરી ફિલ્મને બ્રિટનના 100થી વધુ થીયેટર્સમાં રિલીઝ કરી હતી.
આ ફિલ્મને અમેરિકામાં 1400થી 2,000 થીયેટરોમાં અને વિશ્વભરના 27 દેશોમાં 5,000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવાનું આયોજન હતું. કહેવાય છે કે, એમેઝોન સ્ટુડિયોઝે આ ફિલ્મના રાઇટ્સ 40 મિલિયન ડોલર ખરીદ્યા હતા, આ ઉપરાંત કંપનીએ વૈશ્વિક માર્કેટિંગ પર 35 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો.













