Representative image: iStock

18 ઑક્ટોબરના વિશ્વ મેનોપોઝ ડે પ્રસંગે બેસિન હેલ્થકેરે વિવિધ વંશીય પૃષ્ઠભૂમિની મહિલાઓને તેમના જીપી અને અન્ય હેલ્થકેર પ્રોવાઇડર્સ સાથે વધુ સારી રીતે મેનોપોઝ અંગેની વાતચીતમાં મદદ કરવા માટે ‘A-Z’ સિમ્પ્ટમ્સ માર્ગદર્શિકા અને ‘જાર્ગન-બસ્ટર’ની પત્રિકા બહાર પાડી છે. તે હવે ઇંગ્લિશ, ઉર્દૂ, પંજાબી અને ગુજરાતીમાં મફતમાં ડાઉનલોડ કરી શકાશે. આગામી મહિનાઓમાં અન્ય ભાષાઓમાં તે પત્રિકા ઉપલબ્ધ થશે.

સંશોધન દર્શાવે છે કે હોર્મોનલ ફેરફારો શરીરની અન્ય ઘણી કુદરતી પ્રક્રિયાઓને અસર કરતા હોવાથી દક્ષિણ એશિયાની મહિલાઓને મધ્યમ વય અને મેનોપોઝ દરમિયાન કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (CVD)નું વધુ જોખમ રહે છે. બેસિન્સ હેલ્થકેર યુકે દ્વારા મહિલાઓને તેમના સમુદાયોમાં તેમના મેનોપોઝના અનુભવોને શેર કરવા વિનંતી કરાઇ છે.

સ્ત્રીઓને CVD માટેના જોખમી પરિબળો જેમ કે હાઇ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, વજનમાં વધારો અને હાઈ બ્લડ પ્રેશર અસર કરે છે. યુકેમાં રહેતી ભારતીય અને સાઉથ એશિયન પુખ્ત વયના લોકોમાં શ્વેત – યુરોપીયન પુખ્ત વયના લોકોની સરખામણીમાં સીવીડીનું જોખમ વધુ હોય છે. પેરીમેનોપોઝ અથવા મેનોપોઝમાંથી પસાર થતી ઘણી સ્ત્રીઓને લક્ષણોનો અનુભવ થતો નથી.

2021માં, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 18% લોકો અશ્વેત, એશિયન, મિશ્ર અથવા અન્ય વંશીય જૂથના હોવાનું જણાયું હતું. પરંતુ આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરવામાં તેમને નબળા અનુભવો થયા હતા. વધુમાં, સંશોધકોએ બ્રિટિશ વંશીય લઘુમતી સ્ત્રીઓના મેનોપોઝના અનુભવો પર ઓછું ધ્યાન આપ્યું છે.

અનુભવી જીપી અને પ્રમાણિત લાઇફસ્ટાઇલ મેડિસિન ફિઝિશિયન ડૉક્ટર શશી પ્રસાદે જણાવ્યું હતું કે “આ વર્ષની વિશ્વ મેનોપોઝ દિવસની કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝની થીમ એ એક નિર્ણાયક રીમાઇન્ડર છે.’’

બેસિન્સ હેલ્થકેર યુકેના મેડિકલ ડાયરેક્ટર ડૉ. સંગીતા શર્માએ ટિપ્પણી કરી હતી કે “અમે તમામ મહિલાઓને મેનોપોઝ પર વાતચીત શરૂ કરવા પ્રેરણા આપીએ છે.’’

LEAVE A REPLY

four − three =