પ3તિક તસવીર - ફોટો સૌજન્ય REUTERS/Amit Dave

ગુરૂવાર તા. 17મી માર્ચ 2022

  • BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વામિનારાયણ સ્કૂલ, 260 બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8HE ખાતે ગુરુવાર 17 માર્ચ 2022ના રોજ સાંજે 6થી 8-30 સુધી હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હોળી દર્શન, પૂજન અને પરિક્રમાનો લાભ મળશે. પ્રસાદ ધરાવવા માટે શ્રીફળ અને ખજૂર સ્થળ પરથી મળી રહેશે. મફત કાર પાર્કિંગ ઉપલબ્ધ છે. ફૂડસ્ટોલ પરથી ગરમ સ્વાદિષ્ટ વાનગીઓ અને નાસ્તો ઉપલબ્ધ થશે. સંપર્ક: +44 020 8965 2651 અને neasdentemple.org
  • ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર યુકે દ્વારા હેરો સિવિક સેન્ટરના કારપાર્ક ઇ, HA1 2XY ખાતે હોલી ઉત્સવનું શાનદાર આયોજન ગુરૂવાર તા. 17-3-2022ના રોજ સાંજે 7થી 9 દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હોલી દર્શન, પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678 અનેsiddhashram.com.
  • શ્રી સ્વામિનારાયણ મંદિર, વુડલેન, સ્ટેનમોર, HA7 4LF ખાતે ગુરૂવાર તા. 17મી માર્ચ 2022ના રોજ સાંજે 6થી 8 દરમિયાન હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હોળી દર્શન અને પ્રસાદનો લાભ મળશે. શુક્રવાર તા. 18ના રોજ શ્રી નરનારાયણ દેવ જયંતિ અને તા. 10 એપ્રિલ રવિવારે રામ નવમી અને શ્રી સ્વામિનારાયણ જયંતિ ઉત્સવનું આયોજન કરાયું છે. સંપર્ક: 020 8854 0205.
  • કેન્ટન, કિંગ્સબરી અને વેમ્બલી એશિયન ટ્રેડર્સ સાથે મળીને હિંદુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા રો ગ્રીન પાર્ક, કિંગ્સબરી રોડ, લંડન NW9 9PG ખાતે હોળી ઉત્સવની ઉજવણીનું આયોજન ગુરુવાર 17મી માર્ચ 2022ના રોજ સાંજે 6થી 9 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પરિવાર અને મિત્રો સાથે હોળી દર્શન અને ઉજવણીમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ અપાયું છે. સંપર્ક: જયંતિભાઇ પોપટ 079767 481 467.
  • નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા ગીતા ફાઉન્ડેશન (યુકે), ગુજરાતીઝ ઇન યુકે અને વિવેકાનંદ સેન્ટરના સહયોગથી તા. 17ના રોજ સાંજે 7 વાગ્યાથી હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોળી દર્શન અને પ્રસાદનો લાભ મળશે. ભક્તોને હોળીના દર્શન કરતી વખતે દાઝી ન જવાય તે માટે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ન કરવા વિનંતી કરાઇ છે. સંપર્ક: પ્રવિણભાઇ અને જનકબેન અમીન 07967 013 871 તથા patidarsamaj.co.uk
  • શ્રી શક્તિ મંદિર, 30 ટાલ્બોટ રોડ, વેમ્બલી, HA0 4UE ખાતે તા. 17 માર્ચ 2022ના રોજ સાંજે 00 વાગ્યાથી મોડે સુધી હોળીની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં હોળી દર્સનનો લાભ મળશે. સંપર્ક: દિપકભાઇ ભટ્ટ 020 8903 6100.

વૈષ્ણવ સંઘ યુકેનો હોળી કાર્યક્રમ રદ

  • શ્રીજીધામ નેશનલ હવેલી અને કોમ્યુનિટી સેન્ટર તથા વૈષ્ણવ સંઘ યુકે દ્વારા રવિવાર 13મી માર્ચ 2022ના રોજ વરસાદ અને ભારે પવનની ખરાબ હવામાનની આગાહીને કારણે રંગો કે હોળી ખેલ ઉત્સવ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. જેની નોંધ લેવા સૌને વિનંતી છે.