બોલ્ટનના નવ વર્ષના મિલન કુમાર નામના બાળકે કોવિડ-19ના કારણે જેમનું ભણતર પ્રભાવિત થયું હોય તેવા બાળકોને ટેકો આપવા અને તેમના માટે પુસ્તકો મેળવવા વિવિધ પડકારોનો સામનો કરી નેશનલ લીટરસી ટ્રસ્ટ માટે £4,500 એકત્ર કર્યા છે.

પાંચ દિવસના ભંડોળ એકત્ર કરવાના અભિયાનમાં કુમારે દેશભરના વિવિધ શહેરોમાં હાઇકિંગ, સાઇકલિંગ, સ્કીઇંગ અને ગો-કાર્ટિંગનો પડકાર ઝીલી લઇ આ સફળતા મેળવી હતી. મિલન કુમારે જણાવ્યું હતું કે “લોકડાઉન દરમિયાન હું મારા પરિવાર અને મિત્રોને જોઈ શકતો ન હોવાથી મને અસ્વસ્થતા લાગતી હતી. તે સમય દરમિયાન મને વાંચન અને શારીરિક રીતે સક્રિય રહેવા માટે પ્રેમ હોવાનું શોધ્યું હતું. વાંચન અને કસરતથી મને આરામ અને સારું લાગ્યું હતું.’’

નેશનલ લીટરસી ટ્રસ્ટના ફંડ રેઇઝીંગ મેનેજર કેથરિન ટિંકર-સ્વિટ્ઝરે કહ્યું હતું કે “મિલનનું ભંડોળ પરિવારોને પુસ્તકો અને સંસાધનો મેળવવામાં મદદ કરે છે જેની તેમને સૌથી વધુ જરૂર છે. તે સાથી યુવાન લોકોને આ સમરમાં તેમના સુખાકારીને ટેકો આપવા માટે વાંચન કરવાની પ્રેરણા આપશે. મિલાનનો ખૂબ ખૂબ આભાર.”

આપ પણ મિલનને સહયોગ આપી શકો છો: justgiving.com/Milan-Paul-Kumar-2021