(Getty Images)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર સોમવારે મોડી રાતે સામાન્ય સભાની ઉચ્ચસ્તરીય બેઠકમાં વિડિયો સંબોધન કરતાં જણાવ્યું હતું કે સર્વગ્રાહી સુધારા વગર યુનાઇટેડ નેશન્સ વિશ્વાસની કટોકટીનો સામનો કરી રહ્યા છે. મોદીએ જણાવ્યું હતું કે તમામ પક્ષકારોના અવાજને સાંભળવા, હાલના પડકારોનો સામનો કરવા અને માનવકલ્યાણ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે યુએનમાં સુધારા કરવાની જરૂર છે.

ભારત પહેલી જાન્યુઆરી 2021થી એક વર્ષની મુદત માટે ચૂંટાયેલા બિન કાયમી સભ્ય તરીકે યુએનની સિક્યોરિટી કાઉન્સિલમાં બેઠક મેળવી રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદીની સર્વવાહી સુધારાની માગણીનું વિશેષ મહત્ત્વ છે. તેમણે કહ્યું કે ખુદ સંયુક્ત રાષ્ટ્રના સુધારની પણ જરૂરિયાત છે. આપણે જૂના માળખા સાથે આજના પડકારો સામે લડી શકીએ નહીં. વ્યાપક સુધારાઓ વગર, સંયુક્ત રાષ્ટ્રના ભરોસા પર સંકટ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેનાથી ભારતના વસુધૈવ કુટુંબકમના ખ્યાલને રજૂ કર્યો છે, જે દુનિયાને એક પરિવાર તરીકે જુએ છે. PM મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના કારણે આજે આપણી દુનિયા એક સારી જગ્યાએ છે. જેમણે શાંતિ અને વિકાસ માટે કામ કર્યું છે અને સંયુક્ત રાષ્ટ્રના ઝંડા હેઠળ તેના શાંતિ અભિયાનોમાં યોગદાન આપ્યું તે તમામને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમાં ભારતે અગ્રણી રહીને પોતાનુ યોગદાન આપ્યું છે.