નવી દિલ્હીમાં સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિભા નજીક કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદ અને બીજા વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યાં હતા. તેમણે આઠ સાંસદોના સસ્પેન્સનને પાછું ખેંચી લેવાની માગણી કરી હતી. (PTI Photo)

રાજ્યસભાના વિપક્ષના નેતા સાંસદ ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે 8 સાંસદોનું સસ્પેન્શન પરત લેવામાં નહિ આવે ત્યાં સુધી વિરોક્ષ પક્ષો ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરશે.સંસદમાં ઝીરો અવર બાદ આઝાદે માગણી કરી હતી કે સરકાર એવું બિલ લાવે જેથી કોઈ ખાનગી કંપનીઓ MSPથી નીચે ખેડૂતોના કોઈ પાકને ખરીદી ન શકે. સરકારે સ્વામીનાથન કમિશનની ભલામણોના આધારે MSP નક્કી કરવી જોઇએ.

કૃષિ બિલો પર રવિવારે સદનમાં અયોગ્ય વર્તન કરનારા 8 વિપક્ષી સાંસદોને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ સોમવારે સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કર્યા હતા. વેંકૈયા નાયડૂએ જણાવ્યું હતું કે વિપક્ષના બાયકોટના નિર્ણય પર ફરીથી વિચારણા કરે અને ગૃહમાં ચર્ચા ચાલુ રાખવી જોઇએ. સાંસદોના વ્યવહારના કારણે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અમે કોઈ સભ્યની વિરુદ્ધમાં નથી. સાંસદોને સસ્પેન્ડ કરવાની વાતની પણ મને કોઈ ખુશી નથી.