101 વર્ષના માઇ હાન્ડિકે કોરોના વાઇરસને મહાત આપી હતી. 16 સપ્ટેમ્બર 2020ના રોજ તેમને મહેન્દ્ર મોહન ચૌધરી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. (Getty Images)

ભારતમાં પ્રથમ વખત કોરોના વાઇરસથી એક લાખથી વધુ લોકો રિકવર થયા હતાં. આની સામે બે સપ્તાહ બાદ પ્રથમ વખત નવા કેસની સંખ્યા ઘટીને 76,000થી નીચે ગઈ હતી. આમ ભારતનો કોરોના રિકવરી રેટ વધીને 80.86 ટકા થયો છે.

આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકસમાં 1,01,468 દર્દી કોરોનામુક્ત બન્યા છે, જ્યારે કોરોનાના 75,809 નવા કેસ નોંધાયા છે. દેશમાં હવે કોરોના વાઇરસના કેસની સંખ્યા વધીને 55,62,663 થઈ છે. આની સામે અત્યાર સુધી 44,97,867 દર્દી રિકવર થયા છે. છેલ્લાં 24 કલાકમાં ભારતમાં કોરોનાથીી આશરે 1,053 લોકોના મોત થયા છે. તેનાથી કુલ મૃત્યુઆંક વધીને 88,935 થયો છે. હાલમાં દેશમાં 9,75,861 એક્ટિવ કેસ છે.

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા સાત ઓગસ્ટે 20 લાખને અને 23 ઓગસ્ટે 30 લાખને વટાવી ગઈ હતી. પાંચ સપ્ટેમ્બર સુધીમાં આ આંકડો 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને વટાવી ગયો હતો.