ચેથમ હાઉસ તરીકે ઓળખાતા રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સે ‘યુકે માટે ઇન્ડો-પેસિફિક શા માટે ઉચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ’ તેવે શીર્ષક હેઠળ એક સંશોધન પત્ર બહાર પાડી નવી દિલ્હી સાથે યુકેના ગાઢ સંબંધો બનાવવા માટે ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને યુએસ જેવા ત્રીજા દેશોને સામેલ કરીને વધુ ત્રિપક્ષીય સહયોગની હાકલ કરી છે.
લંડન સ્થિત થિંક ટેન્કના વિશ્લેષણમાં જણાવાયું છે કે “દક્ષિણ એશિયામાં, યુકેએ ભારત સાથે મર્યાદિત વેપાર કરારના સફળ નિષ્કર્ષ પર આગળ વધવાની જરૂર છે જેથી બંને દેશોની વ્યાપક વિદેશ નીતિ પ્રાથમિકતાઓ (દા.ત. યુએસ અને ગ્લોબલ સાઉથ સાથે જોડાણ)ને લાભ મળે અને દ્વિપક્ષીય સહયોગનો વ્યાપ વિસ્તૃત થાય.’’
ભલામણોમાં, થિંક ટેન્કે યુકેને દ્વિપક્ષીય યુકે-ભારત સંબંધોને બદલે વ્યાપક પ્રાદેશિક એકીકરણ અને વૃદ્ધિને પ્રાથમિકતા આપવા સાથે ભારત સાથે “નિર્ણાયક” રાજકીય અને આર્થિક સંબંધો વિકસાવવાનું ચાલુ રાખવા કહ્યું છે.
આ પેપરમાં ભાર મૂકવામાં આવ્યો છે કે સાઉથ એશિયા, સાઉથ ઇસ્ટ એશિયા અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન સહિતના પેસિફિક દેશો વિશ્વની મોટાભાગની વસ્તીને આવરી લે છે, અને કેટલાક અંદાજ મુજબ 2050 સુધીના સમયગાળામાં વૈશ્વિક વૃદ્ધિમાં 50 ટકાથી વધુ હિસ્સો આ ક્ષેત્ર ધરાવશે.
ઇન્ડો પેસીફીક ક્ષેત્ર પ્રત્યેનો અભિગમ યુકેને વધુ શક્તિશાળી, અડગ અને વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી ચીનના પડકારોનું સંચાલન કરવામાં પણ મદદ મળશે.
ભારત અને યુકે તા. 6 મેના રોજ FTA પર સંમત થયા હતા જેમાં 2030 સુધીમાં બંને અર્થતંત્રો વચ્ચેનો વેપાર બમણો કરીને USD 120 બિલિયન કરવાનો લક્ષ્યાંક હતો. આ લખાણ “કાનૂની તપાસ” ની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે અને ગુરુવારે યોજાનારી બ્રિટિશ વડા પ્રધાન કોર સ્ટાર્મર સાથે મોદીની મુલાકાત દરમિયાન ઔપચારિક રીતે હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
