પીએમ મોદીએ ઇજિપ્તની ઐતિહાસિક 11મી સદીની અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી. . (ANI Photo)

પીએમ મોદીએ ઇજિપ્તની ઐતિહાસિક 11મી સદીની અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી. રાજધાની કૈરોના મધ્યમાં આવેલી લગભગ 1,000 વર્ષ જૂની ઇમામ અલ-હકીમ બી અમ્ર અલ્લાહ મસ્જિદની દિવાલો અને દરવાજાની કોતરણીની વડાપ્રધાન મોદીએ પ્રશંસા કરી હતી, 13,560 ચોરસ મીટરના વિસ્તારોમાં ફેલાયેલી આ મસ્જિદ ભારતના દાઉદી વ્હોરા સમુદાયની મદદથી ફરીથી બનાવવામાં આવી હતી. વ્હારા સમાજે 1970માં મસ્જિદનું નવીનીકરણ કર્યું હતું અને ત્યારથી તેઓ તેની જાળવણી કરી રહ્યા છે. ઇજિપ્તમાં ભારતના રાજદૂત અજીત ગુપ્તેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ગુજરાતમાં ઘણા વર્ષોથી રહેલા વ્હારા સમુદાય સાથે ખૂબ જ નજીકનું જોડાણ ધરાવે છે.

ઐતિહાસિક અલ-હકીમ મસ્જિદનું પણ ભારત સાથે વિશેષ જોડાણ છે અને તેના પુનરુત્થાનમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવિષ્ટ આ મસ્જિદનું જીર્ણોદ્ધાર વ્હોરા સમુદાય દ્વારા કરવામાં આવ્યું હતું અને દાઉદી વ્હારો સમુદાયના 52મા ધાર્મિક નેતા સૈયદ મોહમ્મદ બુરહાનુદ્દીને તેની જવાબદારી લીધી હતી.

LEAVE A REPLY

4 + fifteen =