ઓનલાઇન સટ્ટાબાજીની એપ્સનો પ્રચાર કરવાના કેસમાં તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દક્ષિણના કલાકારો પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા અને રાણા દગ્ગુબાતી સહિત 29 સેલિબ્રિટી સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો હતો.
ઉદ્યોગપતિ ફણિદ્ર શર્માએ આ તમામ જાણીતા કલાકારોએ લોભામણી જાહેરાત કરીને આર્થિક જરૂરિયાતવાળા ગ્રાહકોને ભારે નુકસાન કરાવ્યું હોવાની ફરિયાદ થઈ હતી. તમામ વિરુદ્ધ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) હેઠળ તપાસ હાથ ધરાઈ હતી.
આ કેસમાં દક્ષિણ ભારતની કેટલીક હીરોઈનો નીધિ અગ્રવાલ, માચુ લક્ષ્મી, પ્રણિતા સુભાષ, શ્રીમુખી ઉપરાંત ડિજિટલ ઈન્ફ્લુએન્સર્સ હર્ષા સાઈ તથા યુટ્યુબ ચેનલ લોકલ બોય નાની સામે પણ આરોપ મૂકાયા છે. ઈડીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ તમામ સેલિબ્રિટીએ ઓનલાઈન સટ્ટા માટેના પ્લેટફોર્મનો પ્રચાર કરીને લોકોને ગેરકાયદે સટ્ટો રમવા પ્રેરિત કર્યા.
