હાલમાં હેરગ્રીવ્સ લેન્સડાઉન, લેન્ડસેક અને ઇઝીજેટના બોર્ડ પર સેવા આપતા તથા પોલીપાઈપ ગ્રુપ, ડેરી ક્રેસ્ટ ગ્રુપ, બ્રીડન ગ્રુપ, ઈન્વેસ્ટેક બેંક અને કાઝૂ ગ્રુપના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હોદ્દા પર રહી ચૂકેલા અગ્રણી મહિલા મોની મેનિંગ્સને સાંસ્કૃતિક પરોપકાર, બિઝનેસ અને ચેરિટી માટેની સેવાઓ માટે OBE પ્રાપ્ત થયું છે.

કાયદામાં 30 વર્ષની કારકિર્દી પછી, મેનિંગ્સે 2021માં એમ્પાવરિંગ પીપલ ઑફ કલર સંસ્થાની શરૂઆત કરી હતી  જેનો ઉદ્દેશ યુકેના ખાનગી, જાહેર અને નોન પ્રફિટ સંસ્થાઓના બોર્ડરૂમમાં વિવિધતા વધારવાનો છે.

મેનિંગ્સે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે, “બોર્ડરૂમમાં રંગીન લોકોની સંખ્યામાં વધારો કરવા માટે હું જે કામ કરી રહી છું તેના માટે માન્યતા પ્રાપ્ત કરવા બદલ હું ગૌરવ અનુભવું છું. આપણે યુકેમાં એવા સમાજમાં રહીએ છીએ જ્યાં વસ્તીના પાંચમા ભાગથી ઓછા લોકો રંગીન લોકો છે. પરંતુ આપણી સંસ્થાઓ તથા કંપનીઓ વંશીય વિવિધતાના સંદર્ભમાં સમાજને પ્રતિબિંબિત કરતા નથી.’’

LEAVE A REPLY

eight − one =