ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (ફાઇલ ફોટો ) (Photo by CHANDAN KHANNA/AFP via Getty Images)

દેશના સૌથી શ્રીમંત ગણાતા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી સ્વચ્છ ઊર્જા માટેના બિલ ગેટ્સના સાહસ બ્રેકથ્રુ એનર્જી એનર્જી વેન્ચરમાં 50 મિલિયન ડોલર સુધીનું રોકાણ કરશે. આ રોકાણ બિલ ગેટ્સના સૂચિત ફંડના કદના આશરે 5.75 ટકા થાય છે. આ રોકાણ આગામી 8થી 10 વર્ષમાં તબક્કાવાર ધોરણે કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં સ્વચ્છ ઊર્જા પૂરી પાડવાનો આ એક મહત્ત્વાકાંક્ષી પ્લાન હોવાનું કહેવાતું હતું.

આ ફંડમાં જેફ બેઝોસ, માઇકલ બ્લૂમબર્ગ, જૈક મા, માસાયોશી સોન અને બીજા હાઇ વેલ્યૂ ઇન્વેસ્ટર્સ રોકાણ કરેલું છે. રિલાયન્સે ગુરૂવારે શેરબજારો આપેલી નિયમનકાારી માહિતીમાં જણાવ્યું હતું કે રિલાયન્સ કંપનીએ બિલ ગેટ્સના બેકથ્રૂ એનર્જી વેન્ચરમાં 50 મિલિયન ડૉલર્સના કેપિટલ કોન્ટ્રીબ્યુશન માટે એગ્રીમેન્ટ કર્યું હતું, આ એક લિમિટેડ પાર્ટનરશીપ કંપની છે જેનું સ્થાપના અમેરિકાના ડેલવેર સ્ટેટના કાયદા હેઠળ થઈ છે.

બિલ ગેટ્સનું આ સાહસ સ્વચ્છ ઊર્જા માટે અને કૃષિ ટેક્નોલોજીના વિકાસ ઉપરાંત પર્યાવરણના સંકટને પહોંચી વળવાના વિકલ્પો શોધી રહ્યું હતું. મૂડીરોકાણ કરનારા લોકોની સહાયથી આ સાહસ સંપૂર્ણપણે ઝીરો ઉત્સર્જન કરે એવી કંપનીઓમાં મૂડીરોકાણ કરશે. રિલાયન્સે કહ્યું હતું કે આ બધાં પગલાંની ભારત પર પણ હકારાત્મક અસર થશે અને સમગ્ર માનવજાતનું ભલું થશે. જો કે આ મૂડીરોકાણ માટે રિલાયન્સે રિઝર્વ બેંકની પરવાનગી લેવાની બાકી હતી.