કોરોનાવાયરસ રોગચાળાના કારણે કેટલાય લોકો આર્થિક સંઘર્ષ કરતા હોવાથી ઘર ખરીદવા માટે પડકારોનો સામનો કરી રહ્યા છે અને તેમાંના લગભગ દર ચાર લોકોમાંથી એક વ્યક્તિએ ઘર ખરીદવા માટે ‘બેંક ઓફ મમ એન્ડ ડેડ’ તરફ વળવું પડ્યું છે. આ પ્રમાણ 2019માં દર પાંચ વ્યક્તિએ એકનું હતું.

માતા-પિતા, દાદા-દાદી, કુટુંબ અને મિત્રો દ્વારા કરવામાં આવતી નાણાકીય સહાય બ્રિટનના હાઉસિંગ માર્કેટની રીકવરી પાછળનું ચાલક બળ હશે. લીગલ એન્ડ જનરલ (એલ એન્ડ જી) અને અર્થશાસ્ત્ર કન્સલ્ટન્સી Cebrના સંશોધકોએ જણાવ્યું હતું કે લોકો ઘરની ડીપોઝીટ માટે સ્વજનો સરેરાશ £20,000ની મદદ કરે છે.

ઘણા લોકો સંભવિત રીતે અનિશ્ચિત આર્થિક ભાવિનો સામનો કરી રહ્યા છે અને મોર્ગેજ લેન્ડર્સ ઘરના ભાવો અને ઋણ લેનારાઓ સંભવત: નેગેટીવ ઇક્વિટી વિશે ચિંતિત છે. હાલમાં લેન્ડ્રસ ઓછી ડીપોઝીટ ધરાવતી હોમ લોન પાછી ખેંચી રહ્યા છે.

માતા અને પિતા દ્વારા તેમના બાળકોને સરેરાશ £3.5 બિલિયનની મદદ કરે છે. જે આંકડો 2019માં £6.3 બિલીયનનો હતો. તેમ છતાં, માતાપિતા, અન્ય કુટુંબીઓ અને મિત્રો દ્વારા આ વર્ષે લોકો આશરે £50 બિલીયનની મદદ સાથે આશરે 175,000 ઘર ખરીદશે. જો કે ઘણા લોકો આવી મદદ મેળવી શકતા નથી. બીજી તરફ ‘મમ એન્ડ ડેડ બેંક’ પણ તેના પોતાના પડકારોનો સામનો કરી રહી છે.