મસ્કે
REUTERS/Evelyn Hockstein/File Photo/File Photo
ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે આશરે 100 મિલિયન ડોલરનો ટેસ્લાના આશરે 2.10 લાખ શેર કેટલીક સખાવતી સંસ્થાને દાનમાં આપ્યાં હતાં. 30 ડિસેમ્બર 2025ના રોજ વર્ષાંતના ટેક્સ પ્લાનિંગને ભાગરૂપે મસ્કે આ દાન કર્યું હતું.
યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી નિયમનકારી માહિતીમાં આ અંગેનો ખુલાસો થયો હતો. ટેસ્લાના સીઇઓએ આવું મોટું દાન કર્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. અગાઉ 2024માં તેમણે ટેસ્લાના આશરે 112 મિલિયન ડોલરના શેર સખાવતી કાર્યો માટે દાન કર્યા હતાં. આ ઉપરાંત 2022માં ટેક બિલિયોનેરે ટેસ્લાના 1.95 બિલિયન ડોલરના શેરનું દાન કર્યું હતું. 2021માં મસ્કે આશરે 5.7 બિલિયન ડોલરના શેર તેમની સખાવતી સંસ્થાને દાન આપ્યાં હતાં.
આ દાન છતાં બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ $619 બિલિયનની સંપત્તિ સાથે મસ્કે વિશ્વના સૌથી ધનિકનું બિરુદ જાળવી રાખ્યું છે. તેમના પછી ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ બીજા અને ત્રીજા ક્રમે આવે છે. લેરી પેજની સપત્તિ 269 અબજ ડોલર અને બેઝોસની સંપત્તિ આશરે 254 અબજ ડોલર છે.

LEAVE A REPLY