સ્ટારલિંક

ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતના અવકાશ નિયમનકાર તરફથી દેશમાં સેટેરલાઇટ ઇન્ટરનેટ સર્વિસ લોન્ચ કરવા માટે લાઇસન્સ મળ્યું છે. આની સાથે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ લોન્ચ કરવા માટે કંપની સામેનો છેલ્લો અવરોધ પણ દૂર થયો છે.

મસ્કની આગેવાની હેઠળની કંપની 2022થી ભારતમાં વ્યાપારી રીતે કામ કરવા માટે લાયસન્સની રાહ જોઈ રહી છે. ગયા મહિને તેને ભારતના ટેલિકોમ મંત્રાલય તરફથી લાઇસન્સ મળ્યું હતું, પરંતુ તે ભારતના અવકાશ વિભાગ તરફથી મંજૂરીની રાહ જોઈ રહી હતી.

સ્ટારલિંક આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે ભારતની મંજૂરી મેળવનારી ત્રીજી કંપની બની છે, ભારતે અગાઉ યુટેલસેટના ETL.PA વનવેબ અને રિલાયન્સ જિયોની અરજીઓને મંજૂરી આપી હતી.

સ્ટારલિંકને હવે સરકાર પાસેથી સ્પેક્ટ્રમ ખરીદવાના રહેશે. આ પછી તેને ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરીને દર્શાવવું પડશે કે તે ભારતના સુરક્ષા નિયમોનું પાલન કરે છે.

મસ્ક અને અબજોપતિ મુકેશ અંબાણીની જિયો વચ્ચે મહિનાઓ સુધી ભારતે સેટેલાઇટ સેવાઓ માટે સ્પેક્ટ્રમ કેવી રીતે આપવું તે અંગે ઝઘડો ચાલે છે. ભારતની સરકારે મસ્કની તરફેણમાં નિર્ણય લઇને જણાવ્યું હતું કે સેટેલાઇટ સેવા માટેના સ્પેક્ટ્રમની હરાજી નહીં, પરંતુ ફાળવણી થશે.

LEAVE A REPLY