File Photo - Dandi Yatra reached Nani Pethan village of Jalalpore taluka in Navsari district of Gujarat - 2021

સંસ્થાના તમામ સભ્યો સાથે આવી મળી શકે અને ગામમાં થઈ રહેલા વિકાસ વિશે ચર્ચા કરી શકાય તે માટે નાની પેથાણ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન સિતારા હોલ, મેન્ડર સ્ટ્રીટ, વુલ્વરહેમ્પટન WV3 0JZ ખાતે રવિવાર 16 જુલાઈ 2023 ના રોજ, સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે.

આ બેઠકમાં પ્રાર્થના, એક મિનિટનું મૌન, પ્રમુખ દ્વારા સ્વાગત, છેલ્લી એજીએમની મિનિટો, તેમાંથી ઉદ્ભવતી બાબતો, ભારત/યુકેના પત્રવ્યવહાર, ગામના અહેવાલો, ટ્રેઝરર્સ રિપોર્ટ, વેબસાઈટ અપડેટ, કારોબારી સમિતિ અને સમિતિના સભ્યોની ચૂંટણી, રેફલ ડ્રો થશે. બપોરે 1 વાગ્યાથી ભોજન પીરસવામાં આવશે. સંપર્ક: હંસાબેન મિસ્ત્રી, એનપીએ સેક્રેટરી – 01204 432 166.

LEAVE A REPLY

18 + seven =