નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી ટુટીંગ, સાઉથ લંડન ખાતે આવેલા સમાજના હોલમાં કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભારતીય હાઇ કમિશન, લંડનના કાઉન્સેલર (પાસપોર્ટ, OCI અને પબ્લિક રિસ્પોન્સ યુનિટ) શ્રી અનિલ નૌટિયાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઇ અમીન અને ટ્રસ્ટી બાબુભાઇ એ. પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી.

શ્રી નૌટિયાલે OCI અને ભારતીય પાસપોર્ટ સંબંધિત હાઈ કમિશનની સેવાઓ વિષે માહિતી આપી લોકોને વેબસાઇટનો ઉપયોગ કરવા અને OCI માટે જૂના અને નવા પાસપોર્ટની વિગતનો ઉમેરો કરવા ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. પ્રવિણભાઈ અમીને ભારતની આઝાદીની લડત અને ભારતની પ્રગતિની માહિતી આપી હતી. રાજ યોગના પ્રીતિબેન અને અને યોગ શિક્ષક ભાનુબેને પ્રાસંગીક પ્રવચન કર્યા હતા.

સભ્યો ભારતીબેન, જનકબેન, મિનાક્ષીબેન અને ભાનુબેન પારેખે ભારતનું રાષ્ટ્રગીત ગાયું હતું. કાર્યક્રમના અંતે સૌએ લંચ લીધું હતું.