Jharkhand actress shot dead,
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કેનેડાના ટોરેન્ટોમાં ગુરુવારે ભારતના 21 વર્ષના એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીની કાર્તિક વાસુદેવ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પિતા જિતેશ વાસુદેવે જણાવ્યું હતું કે, તે હંમેશાં મને કહેતો હતો કે ચિંતા ના કરો, કેનેડા ઘણું જ સુરક્ષિત છે.

ગાઝિયાબાદનો રહેવાસી કાર્તિક આ જાન્યુઆરીમાં ટોરન્ટો ગયો હતો. તે સેનેકા કોલેજમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો હતો અને પાર્ટ-ટાઈમ નોકરી પણ કરતો હતો.

સિટી પોલીસે જણાવ્યું હતું કે, ગુરૂવારે સાંજે કાર્તિક પોતાના કામ પર જઈ રહ્યો હતો ત્યારે ટોરન્ટોમાં સબવે સ્ટેશનના ગેટ પર તેના પર એકથી વધુ વખત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક ઓફ-ડ્યુટી પેરામેડિકે કાર્તિકની પ્રાથમિક સારવા કરી હતી અને બાદમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ગોળીઓથી ઈજાગ્રસ્ત થયેલા કાર્તિકનો મોત થયું હતું.ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ ભારતીય વિદ્યાર્થીની હત્યા અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, આ દુ:ખદ ઘટનાથી વ્યથિત છું. હું મૃતકના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરુંછું.

ભારતની ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જિતેશ યાદવે જણાવ્યું હતું કે, ટોરન્ટો પોલીસે તેમને શુક્રવારે જાણ કરી હતી કે તેમના પુત્રને ગોળી મારવામાં આવી હતી પરંતુ તેમણે વધારે વિગતો આપી ન હતી. તેમણે કહ્યું હતું કે, મેં મારો પુત્ર ગુમાવી દીધો છે પરંતુ હું ન્યાય ઈચ્છું છું. હું નથી જાણતો કે મારા પુત્ર સાથે શું બન્યું હતું જેના કારણે તેના પર ગોળી ચલાવવામાં આવી હતી.