Navratri and Ramkatha, International Siddhashram Shakti Centre

રવિવાર તા. 15થી સોમવાર તા. 23 ઓક્ટોબર 2023 અને શનિવાર 28 ઑક્ટોબર 2022ના રોજ શરદ પૂનમ

  • શ્રી કચ્છ લેઉઆ પાટીદાર કોમ્યુનિટી યુકે (SKPLPC) દ્વારા યુરોપના સૌથી મોટા નવરાત્રી ઉત્સવનું શાનદાર આયોજન ઇન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ, UBS GRE ખાતે કરવામાં આવ્યું છે. તા. 14ના રોજ સાંજે 7-30થી 11 દાંડીયા નાઇટ યોજાશે. તા. 15થી 28 દરમિયાન રોજ સાંજે 7-30થી 11 દરમિયાન નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર તા. 22ની રોજ સવારે 11થી બપોરના 3 સુધી ફેમિલી વર્કશોપ યોજાશે. જેમાં નવરાત્રીના મહત્વ વિષે તેમજ રાસગરબા, આરતી વગેરે શિખવવામાં આવશે. તા. 24ના રોજ વિજીયા દશમી ઉત્સવની ઉજવણી થશે. આ પ્રસંગે શરદપુનમ વિકેન્ડ સ્પેશ્યલનું આયોજન તા. 27 – 28ના રોજ સાંજે 7-30થી કરવામાં આવ્યું છે. સંગીત સ્વર સંગીત દ્વારા રજૂ કરાશે. હોટ ફૂડ સ્ટોલનો લાભ મળશે. સંપર્ક: skipc.com/navratri
  • ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે તા. 15થી 13 ઓક્ટોબર અને શરદપુનમ પ્રસંગે તા. 28ના રોજ રાતના 7 વાગ્યાથી લાઈવ મ્યુઝિક સાથે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કાર ટીવી પર લાઇવ પ્રસારણ થશે. હોટ ફૂડ સ્ટોલ અને દાંડિયા રાસનો લાભ મળશે. કાર્યક્રમના મીડીયા પાર્ટનર ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાત છે. સંપર્ક: 020 8426 0678.
  • લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા રવિવાર તા. 15થી 23 ઓક્ટોબર 2023 દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર ખાતે LCNL નવરાત્રી ફેસ્ટિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 28 ના રોજ શરદ પૂનમ પ્રસંગે ઉજવણી થશે. સંપર્ક: ધીરુભાઇ સવાણી – 07956 492 825 અને દિનેશ સોનછત્રા – 07956 810 647.
  • લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન – LCNL મહિલા મંડળ દ્વારા તા. 21ના રોજ સ્ટ્રીંગ્સ ગ્રૂપના અનુરાધા અને કિરણના લાઇવ મ્યુઝિક સાથે ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે બપોરે 1:30થી સાંજે 5 સુધી લોકપ્રિય લેડીઝ ગરબા રજૂ થશે. સપર્ક: અર્ચનાબેન સોઢા 07795 958 537.
  • થનગાટ નવરાત્રી ઉત્સવનું આયોજન પ્રિયેશ શાહ એન્ડ ગ્રુપ દ્વારા એલેક રીડ એકેડમી, બેનગાર્થ રોડ, નોર્થોલ્ટ UB5 5LQ ખાતે સાંજે 7-30થી કરવામાં આવ્યું છે. જેમાં પ્રિયેશ શાહ અને ગૃપ ગરબા રજૂ કરશે.
  • વાઈબ્રન્ટ ગુજરાત સટન દ્વારા ‘રાત્રી બીફોર નવરાત્રી’ કાર્યક્રમનું આયોજન સતત ચોથા વર્ષે શુક્રવાર, 13ના રોજ સાંજે 6 વાગ્યાથી ધ યુપીએસ કલ્બ, ઇન્સ્ટીટ્યુટ ઓફ કેન્સર રીસર્ચ, કોટ્સવોલ્ડ રોડ, સટન SM2 5NG ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: રવિશ ગાંધી 07827 881 940 અને હિતેશ શર્મા 07872 338 657.
  • ગુજરાતી આર્ય એસોસિએશન લંડન દ્વારા કેન્ટન હોલ, વુડકોક હીલ, કેન્ટન HA3 1PQ ખાતે નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 15ના રોજ બપોરે 1થી 4-30 દરમિયાન બાલ નવરાત્રી થશે. આરતી કોમ્પીટીશન, બાળકોના ફેન્સી ડ્રેસ કોમ્પીટીશનનું આયોજન કરાયું છે. સંગીત કેકે એન્ડ કંપની દ્વારા રજૂ થશે. જ્યારે 15થી 23 દરમિયાન સૌ માટે નવરાત્રિ ઉત્સવનું આયોજન કરાયું છે. આઠમ તા. 22ના રોજ ઉજવાશે. સંપર્ક:  07951 726 958 પ્રીતિ 07939 636 747.
  • સંસ્કૃતિ ગ્રુપ અને સનાતન મંદિર, કુલ્સડન દ્વાર શનિવાર 14-10-2023, સાંજે 7થી 10:30 દરમિયાન લોહાણા કોમ્યુનિટી કોમ્પ્લેક્સ પી.વી. રાયચુરા સેન્ટર, ચર્ચ રોડ કોર્નર, લોઅર કુમ્બ સ્ટ્રીટ, ક્રોયડન CR0 1SH ખાતે નવરાત્રી નાઇટનું આયોજન કરાયું છે. ફૂડ સ્ટોલ્સ, ફેબ્યુલસ લાઇવ મ્યુઝિક સાથે ગરબાની મઝા માણવા મળશે. ટિકિટના વેચાણમાંથી થતી આવક મંદિરના લાભમાં જશે. સંપર્ક: આલેખ – 07765 101 633.
  • નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા 26B ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 0RG, (નેટવેસ્ટ બેન્ક પાસે) ભારતના જાણીતા લાઈવ બેન્ડ સાથે તા. 15થી તા. 24 દરમિયાન અને શરદ પૂર્ણિમા પ્રસંગે તા. 28ના રોજ રાત્રે 8થી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: પ્રવિણભાઈ / જનકબેન અમીન 07967 013 871 અને મિનાક્ષી પટેલ 07966 010 645.
  • કલાની સેવા દ્વારા દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન તા. 15થી 24 દરમિયાન ઑકિંગ્ટન મેનોર સ્કૂલના સ્પોર્ટ્સ હોલ HA9 6NF ખાતે રોજ રાત્રે 8 વાગ્યાથી કરવામાં આવ્યું છે. શરદ પૂનમ, ગ્રાન્ડ રેફલ ડ્રો, દાંડિયા ઇન ધ ડાર્કનું આયોજન તા. 28ના રોજ કરાયું છે. બાળકો માટે નવરાત્રીનું આયોજન 14ના રોજ બપોરે 2 થી 4 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. સંપર્ક: શીના પોપટ +44 7539 242 083.
  • સનાતન મંદિર, ધામેચા સ્યુટ, ગુર્જર હિન્દુ યુનિયન, ઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન તા. 14થી તા. 22 સુધી દરરોજ સાંજે 7થી કરવામાં આવ્યું છે. બાળકોના ગરબા તા. 21ના રોજ બપોરે 4થી 6 થશે. એફિંગહામ પાર્ક ડિસ્કો દાંડિયા તા. 27 અને 28ના રોજ થશે. સંપર્ક: ચંદુલાલ નાયી: 07440 744 098 અને ભરત લુક્કા: 07967 339 790.
  • નવનાત વણિક એસોસિએશન ઓફ યુકે દ્વારા નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઇઝ, UB3 1AR ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન તા. 13થી તા. 24 અને તા. 25ના રોજ શરદપુનમ દરમિયાન રોજ સાંજે 7-30થી કરવામાં આવ્યુ છે. તા. 22ના રોજ બપોરે 1થી 4 ગરબા થશે. તા. 21ના રોજ લેડીઝ ગરબા બપોરે 2થી 4 થશે. RKB દ્વારા સંગીત રજૂ થશે. સંપર્ક: કિરીટભાઇ બાટવિયા 07904 687 758.
  • ગ્લોબલ ઇન્ડિયન યુકે ઇવેન્ટ્સ દ્વારા 15થી 24 દરમિયાન રોજ સાંજે 6:30થી 11 દરમિયાન ગ્રાન્ડ માર્કી, અવંતી કોર્ટ પ્રાથમિક શાળા, કાર્લટન ડ્રાઇવ, ઇલફર્ડ IG6 1LU ખાતે નવરાત્રિ મહોત્સવનું યોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: શૈલેષ સગર : 07459 191 160.
  • શ્રી વલ્લભ નિધિ – શ્રી સનાતન હિન્દુ મંદિર, વેમ્બલી દ્વારા તા. 15થી 23 દરમિયાન નવરાત્રી મહોત્સવનું આયોજન વેમ્બલી મંદિર, ઇલીંગ રોડ, વેમ્બલી, HA0 4TA ખાતે કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન મંદિર ખાતે દૈનિક પૂજા સવારે 10થી શરૂ થશે તે પછી આરતી અને દરરોજ બપોરે 12:30 થી 3:30 સુધી મંદિરમાં ગરબા થશે. દુર્ગાષ્ટમી હવન 22 ના રોજ સવારે 9:15 થી બપોરે 12 સુધી થશે. સંપર્ક: મંદિર 0208 903 7737.
  • મ્યુઝિક આર્ટ્સ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન તા. 15થી 23 દરમિયાન લેસ્ટર રેસકોર્સ ઓડબી, લેસ્ટર LE2 4AL ખાતે કરવામાં આવ્યું છે. તા. 14ના રોજ પ્રિ-નવરાત્રી યોજાશે તથા 28ના રોજ શરદપુનમનો કાર્યક્રમ યોજાશે. રાજેન્દ્ર પાલા અને મુંબઈનું ગ્રુપ રાસગરબાની રંગત જમાવશે.
  • SSPC (યુકે) હન્સલો દ્વારા ક્રેનફોર્ડ કોમ્યુનિટી કોલેજ, સ્પોર્ટ્સ હેલ હાઈ સ્ટ્રીટ, ક્રેનફોર્ડ, TW5 9PD ખાતે તા. 15 થી 23 દરમિયાન દરોરજ સાંજે 7-30થી નવરાત્રી મહોત્સવ અને તા. 22ના રોજ સાંજે 5થી 6.30 બાળકોના ગરબા અને વર્કશોપનું આયોજન કરાયું છે. શ્રી વિષ્ણુ ભગવાન ભજન મંડળ ગરબા રજૂ કરશે. શરદ પુનમના ગરબાનુ આયોજન તા. 28ના રોજ સાંજે 7થી ગ્રીનફર્ડ ટાઉન હોલ, રાયસમલીપ રોડ, UB6 9QN ખાતે થશે. સંપર્ક: ઇલેશભાઇ યાદવ 07958 980 366.
  • બાલમ મંદિર VYO, રાધા કૃષ્ણ શ્યામા આશ્રમ, શ્રીનાથજી હવેલી, બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે તા. 15થી તા 23 દરમિયાન દરરોજ બપોરે 1 થી 4 વાગ્યા સુધી નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. લાઈટ રિફ્રેશમેન્ટ પીરસવામાં આવશે. તા. 22ના રોજ આઠમ પ્રસંગે સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી હવન થશે. શરદ પૂર્ણિમા પ્રસંગે તા. 28ના રોજ બપોરે બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સાંજના ગરબા 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી થશે. સંપર્ક: દેવયાનીબેન પટેલ 07929 165 395.

LEAVE A REPLY

seventeen − two =