(ANI Photo)
છેલ્લાં ઘણા સમયથી દીપિકા પાદુકોણ અને સાઉથના ફિલ્મકાર સંદીપ રેડ્ડી વાંગા વચ્ચેનો વિવાદ ચર્ચામાં છે. સંદીપ રેડ્ડી વાંગાએ સોશિયલ મીડિયા પર જાહેરમાં દીપિકાને પોતાની ફિલ્મ સ્પિરીટમાંથી કાઢીને તૃપ્તિ ડિમરીને લીધી હોવાની પોસ્ટ મુકી હતી.
તેમાં દીપિકાએ પોતાની નાની પુત્રી સાથે સમય વિતાવવા આઠ કલાકની શિફ્ટ અને ઓવરટાઇમ કરવા માટે વધારાના વળતરની માગણી કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી હતી, જેના પ્રતિસાદમાં સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકાને અનપ્રોફેશલ ગણાવીને તેણે તેની ફિલ્મની વાર્તા જાહેર કરી હોવાના આક્ષેપ પણ કર્યા હતા.
આ મુદ્દે મણિરત્નમ, અજય દેવગણ અને સૈફ અલી ખાને દીપિકાના સમર્થનમાં નિવેદનો પણ આપ્યાં હતાં અને રોજિંદા કામ અને જીવન વચ્ચેના સમતોલનના મહત્વ વિશે પણ વાત કરી હતી. હવે આ મુદ્દે નેહા ધુપિયાએ દીપિકાને સમર્થન આપ્યું છે.
એક સમયની હોટ અભિનેત્રી નેહા ધુપિયાએ તાજેતરમાં જ આઠ કલાકની શિફ્ટની વાત કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે, તે એ એક વર્કીંગ માતા તરીકે આ પરિસ્થિતિ સમજે છે. નેહા ધુપિયાએ સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરીને લખ્યું, “માત્ર વાતોથી ઉપર ઉઠીને કામ અને અંગત જીવન વચ્ચે તાલમેલ જાળવવા માટે, નવી માતાઓને વ્યવહારુ સમર્થન અને તેમની સ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેવાની જરૂર છે. તેના બદલે આપણે તેમને એકબાજુ મુકી દઈએ છીએ અથવા તેમની સ્થિતિ માટે તેમને શરમમાં મુકીએ છીએ. યોગ્ય અને વિચારવા લાયક કામના કલાકો બાબતે હું દીપિકાની વાજબી માગણીને સ્વીકારું છું.’

LEAVE A REPLY