બોલીવૂડની આઇટમ ગર્લ નોરા ફતેહી ‘દિલબર’, ‘સાકી-સાકી’ અને ‘કુસુ-કુસુ’ જેવાં હિટ ગીતો આપીને જાણીતી બની ગઇ છે. તે આંતરરાષ્ટ્રીય સંગીત સાથે પણ જોડાયેલી છે.
જોકે, નોરા અત્યારે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નોરા અત્યારે એક જાણીતા કરોડપતિ ફૂટબોલર સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને તે આફ્રિકન કપ ઑફ નેશન્સ 2025ની ફૂટબૉલ મેચ જોવા મૉરોક્કો પણ ગઈ હતી.
સમાચાર રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નોરાના પ્રેમ પ્રકરણની ચર્ચા ત્યારે શરૂ થઈ હતી જ્યારે તે દુબઈ અને મોરોક્કોમાં એક જ વ્યક્તિ સાથે જોવા મળી હતી. માનવામાં આવે છે કે, નોરા અને આ ફૂટબોલર બન્ને પોતાના વ્યક્તિગત જીવન અને અંગત બાબતોને મહત્ત્વ આપે છે. નોરા અત્યારે સંપૂર્ણ રીતે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છે છે અને પોતાના અંગત જીવનને લોકોની નજરથી દૂર રાખવાનું પસંદ કરે છે. જોકે, આ ફૂટબોલર વિશેની કોઈ માહિતી જાહેર થઇ નથી.













