પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નોર્વેની રાજધાની ઓસ્લોમાં મંગળવારે એક વ્યક્તિએ રસ્તા પર જઈ રહેલા લોકો પર ચાકુથી હુમલો કરતા એકથી વધુ ઘાયલ થયા હતા. જોકે પોલીસે આ હુમલાખોરને ગોળી મારીને ઠાર કર્યો હતો. નોર્વેના મીડિયાએ હુમલાખોરના એક વીડિયો ફુટેજ જારી કર્યો હતો, જેમાં દેખાય છે કે હુમલાખોરે શર્ટ પહેર્યો નથી અને તે હાથમાં ચાકુ લઇને ફરી રહ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે આ હુમલામાં એકથી વધુ લોકો ઘાયલ થયા હતા.પોલીસ પ્રવક્તાએ ટોર્જિયર બ્રેન્ડેને જણાવ્યું હતું કે ઓસ્લોમાં બ્રિસ્લેટમાં પોલીસની કાર હુમલાખોરને રોકવા માટે એક ઇમારતમાં ગઈ હતી. હુમલાખોરે વાહન પર હુમલો કર્યો હતો અને કારનો દરવાજો ખોલી નાંખ્યો હતો. હુમલાખોર પર ઘણી ગોળીઓ છોડવામાં આવી હતી, પરંતુ એ સ્પષ્ટ થયું નથી કેર કારમાં બેઠેલા પોલીસ અધિકારીઓએ ગોળીબાર કર્યો હતો કે નહીં. હુમલાખોરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું.