પ્રતિક તસવીર

વડા પ્રધાને વધેલા કેસો છતાં આવતા વર્ષે સામાન્ય જીવનમાં પાછા ફરવાનું વચન આપ્યું છે ત્યારે કોરોનાવાયરસના વધતા દરને પગલે બ્રિટનમાં લોકડાઉનની ચેતવણી આપવામાં આવી છે. 11 દિવસમાં નવા કેસો ડબલ એટલે કે 14,542 કેસો નોંધાતા અને તે જ સમયગાળામાં મૃત્યુ બમણા એટલે કે 76 થઈ જતાં સરકારના વૈજ્ઞાનિક સલાહકારોએ “તાત્કાલિક અને સખત પગલા” માટે હાકલ કરી છે.

ઈંગ્લેન્ડમાં હોસ્પિટલમાં પ્રવેશતા દર્દીઓની સંખ્યામાં એક જ દિવસમાં ચોથા ભાગનો ઉછાળો આવ્યો છે અને ચેપના હૉટસ્પોટમાં શિયાળામાં હાલત ન બગડે તે માટે મિનીસ્ટર્સ નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ માટે ચિંતા કરી રહ્યા છે.

માન્ચેસ્ટરમાં ચેપ લાગવાનો દર એક સપ્તાહમાં બમણો થઈને દર 100,000 લોકો દીઠ 500થી વધુ કેસનો થયા છે. લિવરપૂલ અને ન્યૂ કાસલમાં સાત જ દિવસમાં 50 ટકાથી વધુ લોકોને ચેપ લાગ્યો છે.

ઇન્ટરનેશનલ બિઝનેસ સેક્રેટરી લિઝ ટ્રસે ચેપ સતત વધતો રહ્યો તો બીજી વાર લોકડાઉન થવાની સંભાવના અંગે ચેતવણી આપી હતી. બીબીસી બ્રેકફાસ્ટ શોમાં તેમણે જણાવ્યું હતું કે “અમે વાયરસના પ્રસારને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં ભર્યા છે તે સુનિશ્ચિત કરવા માટે દેશભરમાં ખૂબ કાળજીપૂર્વક કામ કરી રહ્યા છીએ.’’

વડા પ્રધાન જ્હોન્સને ગઈકાલે સ્વીકાર્યું હતું કે ‘’દેશ કોવિડથી કંટાળી ગયો છે. આ વાયરસને દૂર કરવા માટે અમે રાત-દિવસ કામ કરી રહ્યા છે.’’ તેમણે વર્ચુઅલ કન્ઝર્વેટિવ પાર્ટી કૉન્ફરન્સમાં કહ્યું હતું કે હવે જ્યારે મળીશું ત્યારે ફેસ ટુ ફેસ મળીશું.

રાષ્ટ્રીય સ્તરે 496 નવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં એક દિવસમાં પ્રવેશ 60 ટકા વધ્યો છે. જે સાઉથ ઇસ્ટ કરતા નવ ગણા વધારે દર્દીઓ છે.

હોસ્પિટલોના જૂથ એનએચએસ પ્રોવાઇડર્સના વડા ક્રિસ હૉપ્સનએ વડા પ્રધાનને વિનંતી કરી છે કે “જ્યાં પણ વાયરસ ફેલાય છે તે એનએચએસની સામનો કરવાની ક્ષમતાને જોખમમાં મૂકે છે તેથી ત્યાં યોગ્ય રીતે સખત સ્થાનિક લોકડાઉન પગલાં મૂકવા વિનંતી કરી.

ઇમરજન્સી માટેની સરકારના વૈજ્ઞાનિક સલાહકાર જૂથ (સેજ)ના વડા પ્રોફેસર જ્હોન એડમંડ્સે સ્થાનિક પગલાં નિષ્ફળ ગયા છે ત્યારે વધુ કડક લોકડાઉન પ્રતિબંધ જરૂરી હોવાનું જણાવતા બીબીસીના ન્યૂઝનાઇટ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે “નોર્થ ઇંગ્લેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં મૂકવામાં આવેલા સ્થાનિક પ્રતિબંધો ખરેખર ખૂબ અસરકારક રહ્યા નથી. આપણે વધારે કડક પગલા લેવાની જરૂર છે.