Getty Images)

ઓલ્ડહામમાં કોરોનાવાયરસના ચેપનો દર અઠવાડિયામાં ચાર ગણા કરતાં વધુ થઇ જતાં ઓલ્ડહામ હવે લેસ્ટર કરતાં પણ આગળ વધી ગયું છે. ડાર્વેન સાથે બ્લેકબર્નમાં કોરોનાવાયરસનો દર 100,000 લોકો દીઠ 85.9 કેસનો છે જે યુકેમાં સૌથી વધુ છે. 26 જુલાઇ સુધીના સાત દિવસોમાં, ઓલ્ડહામનો ચેપનો દર વધીને એક લાખે 54.3 અને લેસ્ટરનો દર ઘટીને 53.2 થયો છે.

દેશમાં બીજા નંબરનો સૌથી ચેપ દર હોવા છતાં, ઓલ્ડહામના લેઝર સેન્ટર્સ અને જીમ ખુલ્લા રહેશે. જ્યારે ડાર્વેન સાથે બ્લેકબર્ન અને લુટનમાં ચેપનુ પ્રમાણ વધારે હોવાથી આ ફેસેલીટી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ડાર્વેન સાથે બ્લેકબર્નના પબ્લિક હેલ્થના નિયામક ડોમિનિક હેરિસને ગઈકાલે તેમના ક્ષેત્રના કેસોમાં થયેલા વધારા પાછળ ટેસ્ટનો દર જવાબદાર હોવાનું અને તે ટેસ્ટીંગ “રાષ્ટ્રીય સરેરાશ કરતા પાંચ ગણુ” હોવાનું જણાવ્યુ હતું. કેસોને કાબુમાં લેવા ટેસ્ટીંગમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો.

સ્ટેફોર્ડશાયરના સ્ટોનમાં આવેલા પબ સાથે જોડાયેલા દસ લોકોનો ટોસ્ટ પોઝીટીવ આવ્યા બાદ સેંકડો લોકોએ શહેરના વૉક-ઇન-સેન્ટરમાં ટેસ્ટ કરાવવા દોટ મુકી હતી. 200 લોકો ક્રાઉન એન્ડ એન્કર પબના બિઅર ગાર્ડનમાં ખીચોખીચ એકઠા થયા હતા. જેને પગલે પબ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમાંના એક પોઝીટીવ વ્યક્તિએ ખાનગી સામાજિક મેળાવડામાં ભાગ લીધો.