REUTERS/Henry Nicholls

ઓમિક્રોન વાઇરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દર બે દિવસે બમણી થઈ રહી છે અને વૈજ્ઞાનિકોના દાવા મુજબ અત્યંત વિકસિત વેરિઅન્ટના ચેપથી ગ્રસ્ત લોકોની સંખ્યા પહેલાથી જ 2,000 સુધી પહોંચી ગઇ છે ત્યારે આ કોવિડ સુપર-મ્યુટન્ટ ‘મહિનાઓ નહીં’ પણ અઠવાડિયામાં જ પ્રબળ બનવાની શક્યતાઓ છે. નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે સુપર-મ્યુટન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ બ્રિટનમાં શરૂઆતમાં જે ડર હતો તેના કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ડોમિનિક રાબે બીબીસી રેડિયો 4ના ટુડે પ્રોગ્રામમાં તા. 7ના રોજ દાવો કર્યો હતો કે ‘’ઓમિક્રોનમાં તીવ્ર ઉછાળો હોવા છતાં, મિનિસ્ટર્સ ઘરેથી કામ કરવા, વેક્સીન પાસપોર્ટ કે સખત ક્રિસમસ પ્રતિબંધો લાવવા માંગતા નથી. રસી કાર્યક્રમની સફળતાને કારણે અમને નથી લાગતું કે પ્લાન બી જરૂરી છે.’

વડા પ્રધાન બોરિસ જૉન્સને ગઈકાલે ઉત્સવના સમયગાળા દરમિયાન કડક પ્રતિબંધોને નકારી કાઢવાનો ઇનકાર કર્યો હતો, ફક્ત આગ્રહ કર્યો હતો કે ક્રિસમસ ગયા વર્ષ કરતાં ‘વધુ સારી’ હશે.

જો કે આને કારણે વૈજ્ઞાનિકો અને આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં રોષ જણાઇ રહ્યો છે. પહેલા એવી આગાહી કરાઇ હતી કે ઓમિક્રોનને ડેલ્ટાને પાછળ છોડવા માટે જાન્યુઆરીના મધ્ય ભાગ સુધીનો સમય લાગશે પરંતુ સોમવારે સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.

ટોચના રોગચાળાના નિષ્ણાત પ્રોફેસર ટિમ સ્પેક્ટરે દાવો કર્યો હતો કે અત્યંત વિકસિત વેરિઅન્ટના કેસ દર બે દિવસે બમણા થઈ રહ્યા છે અને સત્તાવાર ગણતરી કરતા છ ગણા વધુ એટલે કે 2,000 જેટલા ચેપ પહેલાથી જ છે.

દેશના સૌથી મોટા સીમ્પટમ્સ-ટ્રેકિંગ અભ્યાસનું સંચાલન કરતા કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિકે અંદાજ લગાવ્યો છે કે 10 દિવસના સમયમાં બ્રિટનમાં મોટાભાગના આફ્રિકન દેશો કરતાં વધુ ઓમિક્રોનના કેસ હશે.

વૈજ્ઞાનિકો અપેક્ષા રાખે છે કે બૂસ્ટર જેબ્સ ઓમિક્રોનથી ગંભીર બીમારી અને મૃત્યુ સામે ઉચ્ચ રક્ષણ આપે છે.

આ વાઇરસ ડેલ્ટા કરતાં વધુ ગંભીર અને સંભવતઃ હળવો નથી, પરંતુ તે વધુ લોકોને સંક્રમિત કરે છે. આમ કોઇ ભીડમાં તેને મેળવે છે ત્યારે તે કદાચ બમણા લોકોને પસાર કરશે. જો કે હાલમાં અમારી પાસે હોસ્પિટલમાં ઓછા કેસ છે, અને તે આંશિક રીતે આ અમારા ઊંચા રસીકરણ દરને કારણે છે. પરંતુ તેની સામે વધુ મૃત્યુ અને સમસ્યાઓ થશે કારણ કે તેનાથી લગભગ દરેક લોકોને ફરીથી ચેપ લાગશે. આમ સમગ્ર દેશ માટે, તે ખરાબ સમાચાર હોઈ શકે છે પરંતુ વ્યક્તિગત માટે વધુ સારા છે. તેથી આત્મસંતોષનું કોઈ કારણ નથી.

રસીકરણનો ફિયાસ્કો

સરકાર દ્વારા રસીકરણ દ્વારા ઓમિક્રોન સ્ટ્રેઇનને દૂર કરવા 500,000 લોકોને એક દિવસમાં રસી આપવાનું નક્કી કર્યું હોવા છતાં કોવિડ બૂસ્ટર ઝુંબેશ અટકી રહી હોવાનું જણાય છે. સરકારે ત્રીજા કોવિડ જૅબ ડોઝની સંખ્યા વધારવા તેમજ 40 વર્ષથી ઓછી વયના લોકોને રસીકરણનું વચન આપ્યું હતું. સરકારે બીજા અને ત્રીજા કોવિડ ડોઝ વચ્ચે રાહ જોવાનો સમય છ મહિનાથી ઘટાડીને ત્રણ મહિના કર્યો હતો જેથી 40 નીચેના લાખો લોકોને પાત્ર બનાવી શકાય અને રોલઆઉટની ઝડપને વેગ મળે.

યુ.કે.માં નવા પ્રવાસ નિયંત્રણો

યુ.કે. સરકારે ઓમિક્રોનના જોખમના પગલે ફરીથી વિદેશથી આવતા પ્રવાસીઓ ઉપર નિયંત્રણો ફરમાવ્યા છે. આ નિયમો મુજબ યુ.કે. આવતા યાત્રીએ યાત્રાના વધુમાં વધુ 48 કલાક પહેલા કોરોનાનો લેટરલ ફલો અથવા તો પીસીઆર ટેસ્ટ કરાવ્યો હોવો જોઇએ અને તેનો રીપોર્ટ નેગેટિવ હોવો જોઈએ. આ નિયમો 12 વર્ષથી ઉપરના યાત્રીઓને લાગુ પડશે. આ નિર્ણય સામે પ્રવાસન ઉદ્યોગે નારાજગી દર્શાવી છે. જોકે જસ્ટીસ મિનિસ્ટર ડોમિનિક રાબે જણાવ્યું હતું કે, નવા પગલાંથી પ્રવાસન ઉદ્યોગને બોજો વધ્યાનું લાગશે તે હું જાણું છું પરંતુ યુ.કે. માટે આવું પગલું ભરવું જરૂરી છે. અગાઉ યુકેએ અવર જવર માટે પ્રતિબંધિત ફરમાયેલા દેશોની યાદીમાં એક વધુ દેશ – નાઈજીરીયાનો ઉમેરો કરતાં હવે 10 દેશોના લોકોને યુકેમાં પ્રવેશ નહીં મળે. એ દેશોથી આવતા ફક્ત યુકે, આયર્લેન્ડના નાગરિકોને જ શરતોને આધિન સ્વદેશ પાછા ફરવા દેવાશે.

યુ.કે.માં ઓમિક્રોનના 336 કસો નોંધાતા દુકાનો તથા જાહેર પરિવહનમાં માસ્ક ફરજીયાત બનાવાયેલ છે. તેમજ તમામ વયસ્કો માટે બુસ્ટર ડોઝ કાર્યક્રમ ઉપલબ્ધ બનાવાયેલ છે. યુ.કે. દક્ષિણ આફ્રિકા સામે આ અગાઉ પ્રવાસ પ્રતિબંધ લાદીને દસ આફ્રિકી દેશોને રેડ લિસ્ટમાં મૂક્યા હતા.