વિશ્વના અનેક દેશોમાં કોરાનાના નવા વેરિઅન્ટ-ઓમિક્રોનને કારણે આરોગ્ય વ્યવસ્થા નબળી પડી રહી છે. યુકે, યુએસ અને યુરોપના વિકાસશીલ દેશોમાં કોરોના અને ઓમિક્રોનની સાથે ની સાથે હવે મૃત્યુની પણ વધી રહી છે, આથી તે દેશોમાં કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
યુએસમાં આરોગ્ય કર્મચારીઓની સ્થિતિ એટલી ગંભીર બનતા સીડીસીએ નિર્ણય લેવો પડ્યો છે કે કોરોના પોઝિટિવ આરોગ્ય કર્મચારી ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ હવે દસને બદલે સાત દિવસ હોમ ક્વોરન્ટાઇન રહ્યા પછી ફરીથી કાર્યરત થઇ શકશે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં કોરોનાના નવા 2.67 લાખ કેસ નોંધાયા છે જ્યારે વધુ 1,149ના મોત થયા હતા. આ સાથે કુલ કેસ 5.27 કરોડ અને મૃત્યુઆંક 8.34 લાખથી વધુ પર પહોંચ્યો છે. બ્રિટનમાં નવા 1.22 લાખ કેસ અને વધુ 137ના મોત થયા હતા આ સાથે કુલ કેસ 1.18 કરોડ જ્યારે મૃત્યુઆંક 1.47 થયો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં ચાર જાન્યુઆરીથી 18 વર્ષની ઉંમરના વ્યક્તિઓ ચાર મહિના અગાઉ પ્રથમ રસી મુકાવી હોય તો તે પણ બૂસ્ટર ડોઝ મેળવી શકશે.
આ દરમિયાન વિવિધ ફલાઇટમાં ક્રૂ મેમ્બર્સ ઓમિક્રોનનો ભોગ બનતા અનેક એરલાઇન્સ કંપનીએ ક્રિસમસમાં મોટી સંખ્યામાં ફ્લાઇટસ રદ કરવાની ફરજ પડી હતી. જર્મનીની લુફ્તાંસાના મોટી સંખ્યામાં પાયલટસ બીમાર પડતા હ્યુસ્ટન, બોસ્ટન અને વોશિંગ્ટનની એક ડઝન ફલાઇટો રદ કરી હતી.
કોલંબિયા યુનિવર્સિટી અને હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું કે જેમણે મોડર્ના, ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા અને જોન્સન એન્ડ જોન્સનની રસીના બે ડોઝ લીધા હોય તેમના પણ રસી ઓછી અસરકારક જણાઇ છે. દરમ્યાન જર્મનીમાં ઓમિક્રોનના કેસો નોંધાવાને પગલે હવે મરણાંક વધવાની સંભાવના વધી રહી છે.
જર્મનીના હેલ્થ મિનિસ્ટર કાર્લ લોઉટરબકે કહ્યું હતું કે, આવનારા દિવસોમાં ઓમિક્રોનના કેસોમાં મોટો વધારો થઇ શકે છે. ઇસુના જન્મસ્થળ બેથલેહેમમાં પણ સતત બીજે વર્ષે નાતાલની ઉજવણીનો ઉત્સાહ જોવા મળતો નથી. ઇઝરાયલે તમામ એર ટ્રાફિક પર પ્રતિબંધ મુકયો હોવાથી સતત બીજે વર્ષે ઇન્ટરનેશનલ ટુરિસ્ટ બેથલેહેમ પહોંચ્યા નથી.