કોંગ્રેસના યુવા નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીના હત્યાકાંડમાં બે દાયકા કરતાં પણ વધુ સમયથી આજીવન જેલની સજા કાપી રહેલી નલિની શ્રીહરનને રાજ્ય સરકારે ટૂંકા સમય માટે જેલમાંથી મુક્ત કરી છે. તમિલનાડુ સરકારે શ્રીહરનની બીમાર માતાની અરજી પર એક મહિનાની પેરોલ આપવાનો નિર્ણય લીધો છે. સરકારે તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટને આ માહિતી આપી હતી. તમિલનાડુ સરકારે ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હાઇકોર્ટને જણાવ્યું હતું કે, રાજ્યએ રાજીવ ગાંધી હત્યાકાંડના તમામ નલિની સહિતા તમામ સાત દોષિતોને મુક્ત કરવાની રાજ્યપાલને ભલામણ કરી હતી. જેમાં નલિનીના પિતા મુરૂગન, સુથિનથિરા રાજા ઉર્ફે સંથાન, એજી પેરારીવલન, રોબર્ટ પાયસ, જયકુમાર અને રવિચંદ્રનનો સમાવેશ થાય છે. દોષિતો પૈકીના શ્રીહરન, સંથાન, રોબર્ટ પાયસ અને જયકુમાર શ્રીલંકાના નાગરિક છે.
નલિની અને અન્ય એક દોષિતને વેલ્લોર ખાતે મહિલાઓના સ્પેશિયલ સેલમાં રાખવામાં આવ્યા છે. નલિનીએ એક વખત જેલમાં આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેની સાથીએ તેને આત્મહત્યા કરતા જોઈ લીધી હતી અને જેલરને જાણ કરી હતી. 21 મે, 1991ના રોજ રાજીવ ગાંધીની હત્યામાં નલિની અને અન્ય લોકોની ભૂમિકા માટે દોષિત માનીને ટાડા કોર્ટે સહુને ફાંસીની સજા ફટકારી હતી પરંતુ પછી તેને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી.