પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં ઓમિક્રોન વેરિઅન્ટ હળવો હોવાના પુરાવા મળ્યા છે. ડેટા સૂચવે છે કે ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપગ્રસ્ત લોકોની એક રાત કે તેથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 70 ટકા જેટલી ઓછી છે અને ગંભીર રોગ પેદા કરે તેવી શક્યતા નહિંવત છે. લોકો A&E ની મુલાકાત લે તેવી શક્યતા 45 ટકા ઓછી છે.

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે, “સારા, પ્રોત્સાહક” અભ્યાસોની શ્રેણીનું સ્વાગત કરતાં ચેતવણી આપી હતી કે ઓમિક્રોન “ઘણી ઝડપથી ફેલાય છે” અને પરિણામે “હજી પણ નોંધપાત્ર હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે”.

સ્કોટિશ દર્દીઓના અલગ સંશોધનમાં તો ઓમિક્રોન દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના લગભગ 64 ટકા ઓછી હતી.