Ballot Box assembly elections in Gujarat
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એક રાષ્ટ્ર, એક ચૂંટણીની શક્યતા ચકાસવા માટે સમિતિની રચના કરવામાં આવી હોવાથી લોકસભાની ચૂંટણી વહેલી યોજવાની પણ શક્યતા ઊભી થઈ છે. 2024માં લોકસભાની ચૂંટણી પહેલા સંખ્યાબંધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ નિર્ધારિત હોવાથી આવી શક્યતા ઊભી થઈ છે.

કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના વડપણ હેઠળ એક સમિતિની રચના કરી છે. આ સમિતિ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવા અંગેની વિચારણા કરશે. ભારતમાં 1967 સુધી લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાતી હતી.

ઓછામાં ઓછા દસ રાજ્યોની વિધાનસભાની મુદત 2024માં લોકસભાની પહેલા અથવા તે સમયની આજુબાજુ પૂરી થાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમ અને છત્તીસગઢ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં નિર્ધારિત છે, જ્યારે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણી સાથે જ યોજાય તેવી શક્યતા છે.

LEAVE A REPLY

one × four =