વિશ્વનું 85 ટકા અફિણ અફઘાનિસ્તાનમાં ઉગે છે

0
217

અફઘાનિસ્તાનમાં ઘણા વર્ષોથી અફિણનું ઉત્પાદન થાય છે. તાજેતરમાં જ તે અંગે યુનોએ પ્રસિદ્ધ કરેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આવા ભયંકર નશાકારક દ્રવ્યના ઉત્પાદનમાં અફઘાનિસ્તાન દુનિયામાં ટોચમાં પહોંચી ગયું છે, ત્યાં વિશ્વના 85 ટકા અફિણનું ઉત્પાદન થાય છે. તેમાંથી તે હેરોઈન બનાવે છે. આ ક્ષેત્રમાં અફઘાનિસ્તાને (તાલિબાનોએ) ખૂબ જ પ્રગતિ કરી છે, તેઓ વિશ્વમાં 90 ટકા જેટલું હેરોઈન બનાવે છે.
યુએન ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમના તાજેતરના રીપોર્ટમાં જણાવ્યું છે કે અફઘાનિસ્તાન વર્ષે 6800 ટન અફિણનું ઉત્પાદન કરે છે. તાલિબાનોએ નવેમ્બર 2021 સુધીમાં જ અફિણના વેચાણમાંથી 2.7 બિલિયન ડોલરની કમાણી કરી છે. અફિણ ઉપરાંત, કોકેઇન પણ ભયંકર નશાકારક છે. તે કોકા માંથી બને છે. જેનું લેટિન અમેરિકાના દેશૌમાં સૌથી વધુ વાવેતર થાય છે.
માલ્ટામાં ગાંજો સાથે રાખવાની અને ઘરે ઉગાડવાની મંજૂરી
એક તરફ ભારતમાં ગાંજાની હેરાફેરી વધી રહી છે અને યુવા પેઢીને બરબાદ કરી નાખતા આ દુષણને દૂર કરવા માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ યુરોપિયન દેશ માલ્ટાએ તેના નાગરિકોને પોતાની પાસે ગાંજો રાખવાની છૂટ આપી છે. આ અંગેનો તાજેતરમાં કાયદો સંસદમાં 36માંથી 27 વોટ સાથે પસાર પણ થયો છે. આમ, માલ્ટા, યુરોપિયન યુનિયનનો પ્રથમ એવો દેશ બન્યો છે કે, જ્યાં દેશના નાગરિકોને ગાંજાને સાથે રાખવાની છૂટ આપવામાં આવી છે.
માલ્ટામાં 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને પોતાની પાસે વધુમાં વધુ સાત ગ્રામ ગાંજો રાખવાની છૂટ આપવામાં આવી છે અને તેની સાથે જ ઘરે ચાર છોડ ઉગાડવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ, જાહેરમાં ગાંજા નું સેવન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરમાં ગાંજાનું સેવન કરનાર વ્યક્તિને 235 યુરોનો દંડ કરવાની જોગવાઈ પણ આ બિલમાં કરવામાં આવી છે.
28 ગ્રામથી વધુ સ્ટોક પોતાની પાસે રાખવા પર પણ 100 યુરોના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, નોન પ્રોફીટ ગૃપના સભ્યોને ગાંજો ઉગાડવાની છૂટ આપવામાં આવી છે.