કેનેડાના ઇમિગ્રેશન અંગેના આંકડામાં જણાવ્યા મુજબ, 2023માં 62,410 વિદેશી વિદ્યાર્થીઓને કાયમી નિવાસની મંજૂરી આપવામાં આવી હતી. કેનેડામાં રહેવા માટેની સગવડનો અભાવ હોવા છતાં વિદેશી વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. ઇમિગ્રેશન રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)ના આંકડા જણાવે છે કે, 2022માં 52,740 વિદ્યાર્થીઓ કાયમી નિવાસી બન્યા હતા, 2023માં તેમાં 9,670 વિદ્યાર્થીઓનો વધારો થયો હતો.

ઇમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વિશ્વમાં અન્ય દેશોની સરખામણીએ કેનેડામાં પણ વસતી વધારો ઝડપથી થઇ રહ્યો છે. તેમાં વિદેશી વિદ્યાર્થીઓ, બિન-કાયમી રહેવાસીઓ અને હંગામી વિદેશી શ્રમિકોનો સમાવેશ થાય છે. દેશના વૃદ્ધ શ્રમિકોને બદલવા અને શ્રમિકોની જરૂરીયાત પૂર્ણ કરવા માટે સરકારે ઇમિગ્રન્ટ્સને આવકારવા માટેની નીતિ બનાવી હતી. જોકે, આ વધારાના કારણે દેશના સંશાધનો પર દબાણ વધ્યું હતું.

LEAVE A REPLY

sixteen + 12 =