યુકેના ગ્લાસગો ખાતે મળી રહેલી COP26 તરીકે ઓળખાતી 2021ની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પંચામૃત’ વિઝન અંતર્ગત 2070 સુધીના ભારત માટેના નેટ ઝીરો એમીશન્સ લક્ષ્યની રૂપરેખા આપી ભારત 2030 સુધીમાં તેની લો-કાર્બન પાવર કેપેસીટી 500 ગીગાવોટ (GW) સુધી વધારવાનું અને 2030 સુધીમાં તેની કુલ ઉર્જા જરૂરિયાતોના 50 ટકા પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે એમ જણાવ્યું હતું.

ભારત તેની અર્થવ્યવસ્થાની કાર્બન ઇન્ટેન્સીટી 45 ટકા ઘટાડવાનું વિચારી રહ્યું છે, 2030 સુધીમાં અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં 1 બિલિયન ટનનો ઘટાડો કરશે અને 2070 સુધીમાં ઝીરો-નેટ લક્ષ્ય હાંસલ કરશે.

ભારતના વડાપ્રધાન મોદી દ્વારા નિર્ધારિત 2030ની સમયમર્યાદા પહેલા નોન-ફોશીલ ફ્યુઅલમાંથી ઊર્જાનો 50 ટકા હિસ્સો અને 500-ગીગાવોટ રીન્યુએબલ એનર્જી ક્ષમતાનું લક્ષ્ય સરળતાથી હાંસલ કરશે, એમ પાવર એન્ડ ન્યુ રીન્યુએબલ એનર્જી મિનિસ્ટર આર.કે.સિંઘે જણાવ્યું હતું.

ભારતે સોમવારે તા. 8ના રોજ ચેતવણી આપી હતી કે ક્લાઇમેટ ફાઇનાન્સ માટે “ગંભીર અભિગમ”નો અભાવ આયોજિત શમન અને અનુકૂલન કાર્યક્રમો તેમજ દેશોના ઝીરો નેટ પ્લેજીસને જોખમમાં મૂકશે. ભારતે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે 2009માં નક્કી કરેલા સ્તરો પર ક્લાઈમેટ ફાઇનાન્સ ચાલુ રાખી શકાશે નહીં અને તેને નવી પ્રતિબદ્ધતાઓને ધ્યાનમાં રાખીને “સૌથી વહેલી તકે” $1 ટ્રિલિયન (£740 બિલિયન)ના ક્લાયમેટ ફાઇનાન્સની અપેક્ષા છે.

ભારતના પર્યાવરણ મંત્રાલયના વધારાના સચિવ રિચા શર્માએ ગ્લાસગોમાં જોઇન્ટ સ્ટોક ટેક પ્લેનરીમાં BASIC (બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત અને ચીન) જૂથનું નિવેદન આપતી વખતે ટિપ્પણીઓ કરી હતી. પેરિસ કરારના મજબૂત અમલીકરણથી ગ્રહને ફાયદો થશે.

ભારતે 7 નવેમ્બરે યુએન ક્લાઈમેટ સમિટમાં જણાવ્યું હતું કે તેની સૌર ઉર્જા ક્ષમતા છેલ્લા સાત વર્ષમાં 17 ગણી વધીને લગભગ 45 ગીગાવોટ થઇ છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને એવી સ્થિતિમાં મૂક્યું છે જ્યાં તે ક્લાઇમેટ ચેન્જ કટોકટીનો સામનો કરવામાં વિશ્વને માર્ગદર્શન આપી શકે છે એમ ભૂપેન્દ્ર યાદવે 5 નવેમ્બરે જણાવ્યું હતું.
“જ્યારે પેરિસ પરિષદમાં, વડા પ્રધાન મોદીએ વિશ્વને જંગલ વિસ્તાર વધારવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતોને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી, ત્યારે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી COP26 પરિષદમાં મોદીએ ‘પંચામૃત’ એટલે કે પાંચ તત્વોના જતનની પ્રતિજ્ઞા લીધી હતી.

‘પંચામૃત’ પ્રતિબદ્ધતા હેઠળ 2030 સુધીમાં ભારતની નોન ફોસીલ ઇંધણ-આધારિત ઊર્જા ક્ષમતાને 500 ગીગાવોટ સુધી વધારવા માંગે છે અને તે સુનિશ્ચિત કરે છે કે દેશની 50 ટકા ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો દ્વારા પૂરી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી દ્વારા રજૂ કરાયેલ આ ‘પંચામૃત’ વિઝન “વૈશ્વિક સમુદાયને નવા ભારતની ક્ષમતાઓથી પરિચય કરાવશે.”

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને અન્ય બે જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓએ જાહેરાત કરી હતી કે આગામી 3થી 5 વર્ષમાં 22,000 ઇલેક્ટ્રીક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરશે. જેથી 2070 સુધીમાં કાર્બનની તીવ્રતા ઘટાડવા અને નેટ ઝીરો એમીશન્સ સુધી પહોંચવાના દેશના લક્ષ્યને સમર્થન મળે. IOCના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યે જણાવ્યું હતું કે ‘’આગામી ત્રણ વર્ષમાં 10,000 ફ્યુઅલ આઉટલેટ્સ પર ઇવી ચાર્જિંગ સુવિધાઓ સ્થાપિત કરશે, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) આગામી પાંચ વર્ષમાં 7,000 સ્ટેશનો જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) 5,000 સ્ટેશનોની યોજના ધરાવે છે.’’
IOC દેશના દરેક 25 કિમી રસ્તા પર 50 KW EV ચાર્જિંગ સ્ટેશનો અને દરેક 100 કિમી રસ્તા પર 100 KW હેવી-ડ્યુટી ચાર્જર સ્થાપવાની યોજના ધરાવે છે.

અમેરિકાએ યુકે અને ભારતના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ વૈશ્વિક સોલાર ગ્રીન ગ્રીડ પહેલને સમર્થન આપ્યું
અમેરિકાએ ગ્લાસગોમાં COP26 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુકે અને ભારતના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ વૈશ્વિક સોલાર ગ્રીન ગ્રીડ પહેલ સાથે ભાગીદારી કરી તેમની પહેલને સમર્થન આપ્યું હતું.

આ સપ્તાહની શરૂઆતમાં ગ્રીન ગ્રીડ્સ ઇનિશિયેટિવની સ્ટીયરિંગ કમિટિ – ‘વન સન વન વર્લ્ડ વન ગ્રીડ’ (GGI-OSOWOG) ની બેઠકમાં, યુએસ સેક્રેટરી ઓફ એનર્જી જેનિફર ગ્રાનહોમે જણાવ્યું હતું કે યુ.એસ. ક્લાઈમેટ વાતચીતમાં પાછા આવવા માટે ઉત્સાહિત છે અને નવી પહેલ સાથે ભાગીદારી કરશે. અમે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી ખાતે GGI-OSOWOG સાથે ભાગીદાર બનવા માટે ખુશ છીએ.”

ભારતના પ્રમુખપદ હેઠળ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) અને UKના COP26 પ્રેસિડન્સીએ COP26ના વર્લ્ડ લીડર્સ સમિટ દરમિયાન GGI-OSOWOG લોન્ચ કર્યું હતું.GGI-OSOWOG ની સ્ટીયરિંગ કમિટીમાં ભારત અને યુકે ઉપરાંત યુએસ, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સનો સમાવેશ થાય છે.સોમવાર અને મંગળવારે ગ્લાસગોમાં યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) 26મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (COP26)ની લીડર-લેવલ ઈવેન્ટ્સ બાદ, દરેક દેશના પ્રતિનિધિઓ અને અધિકારીઓ આગળના માર્ગને અંતિમ સ્વરૂપ આપવા માટે શ્રેણીબદ્ધ બેઠકોમાં ભાગ લઈ રહ્યા છે. ભારતીય ટીમમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને મુખ્ય વાટાઘાટકાર રિચા શર્માનો સમાવેશ થાય છે.

ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના ડાયરેક્ટર જનરલ ડૉ. અજય માથુરે જણાવ્યું હતું કે: “વિશાળ GGI-OSOWOG પહેલની સફળતા દેશની પોતાની ગ્રીડ વિસ્તરણ યોજનાઓ પર આધારિત છે, જેમાં રોકાણની જરૂર પડશે”.
વિશ્વ બેંકે પણ પોતાનો ટેકો વ્યક્ત કર્યો છે.