4% increase in dearness allowance of central employees pensioners
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

પેન્ડોરા પેપર્સ તરીકે જાણીતા ગુપ્ત નાણાકીય દસ્તાવેજમાં આશરે 380 ભારતીય અને 700 પાકિસ્તાન નાગરિકોના નામ ખૂલ્યા છે. આ ગુપ્ત દસ્તાવેજમાં ભારતના બિઝનેસમેન, સેલિબ્રિટી અને રાજકીય નેતાઓના નામ છે. આ સનસનીખેજ ખુલાસામાં વિશ્વના સંખ્યાબંધ બિઝનેસમેન, રાજકીય નેતાઓ પણ નામો છે. આ લોકોએ ગુપ્ત નાણાકીય ટ્રાન્ઝેક્શન અને વિદેશમાં રહેલા ટેક્સ હેવન્સનો ઉપયોગ કરીને લાખ્ખો ડોલરની સંપત્તિ જમા કરી હોવાનું માનવામાં આવે છે.

ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICIJ) નામના ગ્લોબલ નેટવર્કે રવિવારે પેન્ડોરા પેપર્સ જારી કર્યા હતા. તેમાં આશરે 11.9 મિલિયન ફાઇલ છે. ICIJ અને ભારતમાં તેના પાર્ટનર ઇન્ડિયન એક્સપ્રેસે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, બિઝનેસમેન અનિલ અંબાણી, હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદી, ફાર્મા કંપની બાયકોનના પ્રમોટર કિરણ મઝુમદાર શોના પતિ જેવા વિખ્યાત લોકોના નામ છે. આ દસ્તાવેજમાં જણાવ્યા અનુસાર તેંડુલકર અને પરિવારના સભ્યો બ્રિટિશ વર્જિન આઇસલેન્ડ (બીવીઆઇ)માં વિદેશી કંપનીના માલિક છે. પનામ પેપર્સ જારી થયા બાદ 2016માં આ કંપનીનું વેચાણ કરવામાં આવ્યું હતું. જોકે આ ખેલાડીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે કાયદેસરના છે અને આવકવેરા વિભાગને તે અંગેની માહિતી આપવામાં આવેલી છે.

જોકે અનિલ અંબાણીના વકીલે જણાવ્યું હતું કે તેમના અસીલે તમામ જરૂરી કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યું છે અને સંબંધિત સત્તાવાળા સમક્ષ ડિક્લરેશન આપ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2018માં નીરજ મોદી ભારતમાં ભાગી ગયો તેના એક મહિના પહેલા તેની બહેન પૂર્વી મોદીએ બ્રિટિશ વર્જિન આઇસલેન્ડમાં એક કંપનીની સ્થાપના કરી હતી. જોકે પૂર્વ મોદીના વકલીએ કંઇ ખોટી કર્યું હોવાનો ઇનકાર કર્યો હતો.

પેન્ડોરો પેપર્સમાં પાકિસ્તાનના કેટલાંક પ્રધાનો, નિવૃતિ અધિકારીઓ અને લશ્કરી અધિકારીઓ, બિઝનેસમેન ટોચના મીડિયા હાઉસના માલિકોના નામ ખૂલ્યા છે. આ મુદ્દે પાકિસ્તાનમાં હોબાળો મચી જતાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પેન્ડોરા પેપર્સમાં સામેલ તમામ નાગરિકોની તપાસ કરવાનું વચન આપ્યું હતું. પેન્ડોરા પેપર્સમાં પાકિસ્તાનના નાણાપ્રધાન શૌકત તારિન, જળસંશાધન પ્રધાન મૂનીસ ઇલાહી, સેનેટર ફૈસલ વાડવા વગેરેના નામ છે. ખાન કેબિનેટના પ્રધાનો ઉપરાંત નિવૃત અધિકારીઓ, લશ્કરી અધિકારીઓ, બિઝનેસમેન અને ટ્રસ્ટે વિદેશમાં મિલિન્સ ઓફ ડોલર છુપાવી રાખ્યા છે.

પેન્ડોરા પેપર્સના નામથી લીક થયેલા કરોડોના દસ્તાવેજોએ ભારત સહિત 91 દેશોના હાલના અને પૂર્વ નેતાઓ, ઓફિસરો અને પ્રખ્યાત સેલિબ્રિટિના નાણાકાય રહસ્યો ખોલ્યા છે.

પેન્ડોરા પેપર લીકમાં સમગ્ર દુનિયાના અંદાજે 1.20 કરોડ દસ્તાવેજોની તપાસ કર્યા પછી સમગ્ર દુનિયામાં ચાલતી પૈસાની લેણ-દેણ અને હેરાફેરી વિશે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ એક એવુ પેપર લીક છે જેમાં છુપાવવામાં આવેલી સંપત્તિ, ટેક્સથી બચવા માટેની પદ્ધતિઓ, દુનિયાના અમીર અને શક્તિશાળી લોકો દ્વારા મની લોન્ડરિંગનો ખુલાસો કરે છે. 117 દેશોના 600થી વધારે પત્રકારો અને 140 મીડિયા ઓર્ગેનાઈઝને ઘણાં મહિનાઓ સુધી સતત કામ કર્યું અને 14 અલગ અલગ સોર્સના દસ્તાવેજોની તપાસ કરીને આ સમગ્ર ખુલાસો કર્યો છે.
પેન્ડોરા પેપરની ફાઈલોથી ખુલાસો થાય છે કે, કેવી રીતે દુનિયાના અમુક શક્તિશાળી લોકો જેમાં 90 દેશોના 330થી વધારે રાજનેતા સામેલ છે તેમણે તેમના ધનને છુપાવવા માટે ગુપ્ત કંપનીઓનો ઉપયોગ કર્યો છે.

આ પેપર્સમાં જોર્ડનના રાજા, યુક્રેન, કેન્યા, ઈક્વાડોરના પ્રેસિડન્ટ, ચેક રિપ્બલિકના વડાપ્રધાન પણ સામેલ છે. આ સિવાય રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના સહયોગીનું નામ પણ સામેલ છે. આ સિવાય રશિયા, અમેરિકા, મેક્સિકોના અંદાજે 130 અબજપતિ વેપારીઓના નામ પણ સામેલ છે.