ભારતમાં કોરોનાવાયરસના બીજા તરંગના કારણે લોકોમાં લાગી રહેલા ચેપ અને મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે અને ભારત માટે ખૂબ જ મુશ્કેલ સમય છે ત્યારે લોકો તેમના પ્રિયજનને બચાવી શકે , સરવાર કરાવી શકે તે માટે હિમાલયના ઉત્તરાખંડ રાજ્યના ઋષિકેશમાં પ.પૂ. સ્વામી ચિદાનંદ સરસ્વતીજીના આશીર્વાદ અને કૃપાથી પરમાર્થ નિકેતનના વિશાળ યોગ હોલને 100 બેડની કોવિડ કેર હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવ્યો છે.

પ.પૂ. સ્વામી ચિદાનંદ સરસ્વતી, ઉત્તરાખંડ સરકારના સહયોગથી અને સાથે મળીને કામ કરી રહ્યા છે. પરમાર્થ નિકેતન પહેલાથી જ જરૂરિયાતમંદ લોકોની સેવા માટે એક મફત ચેરિટેબલ હોસ્પિટલ ધરાવે છે, પરંતુ હવે વિપરીત પરિસ્થિતીને નજરમાં રાખી સંસ્થા દ્વારા યોગ હોલમાં 100 બેડની વિશાળ ઇનપેશન્ટ પાંખ ઉમેરવામાં આવી છે. જ્યાં સાચા યોગ સ્વરૂપ કોરોનાથી સર પામેલા દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

સંસ્થા દ્વારા એક એમ્બ્યુલન્સ મેળવવામાં આવી છે અને ખૂબ જલ્દીથી બીજી એક પ્રાપ્ત કરવામાં આવશે.  જ્યાં પહોંચવુ અઘરૂ છે તેવા  હિમાલયના ગામડાઓમાં, જ્યાં લોકોની પાસે બહુ ઓછી આવક નથી અથવા કોઈ પ્રવેશ નથી તેવા દુર્ગમ સ્થળોએ ઓક્સિજન અને દવાઓ વહન કરીને કોવિડની સારવાર આપવામાં આવશે. જરૂરી હોય તો ઓક્સિજન, સારવાર કે દવાઓ સ્થળ પર જ આપવામાં આવશે અને જેમને દાખલ કરવાની જરૂર છે તેમને સંસ્થાની એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવશે.

આ ઉપરાંત, પરમાર્થ નિકેતન દ્વારા 10-લિટરના ઑક્સિજન કોન્સેન્ટ્રેટર મશીનો મેળવવામાં આવી રહ્યા છીએ અને વિવિધ સ્થળોએ ઑક્સિજન કેન્દ્રો સ્થાપિત કરાઇ રહ્યા છે. જેથી ઑક્સિજનના અભાવથી પીડાતા લોકો કેન્દ્રમાં તરત જ ઑક્સિજન મેળવી શકે. સંસ્થાએ સ્થાનિક હૉસ્પિટલોને પણ ઑક્સિજન કોન્સેન્ટ્રેટર મશીનો આપ્યા છે અને વધુ પ્રદાન કરવાની આશા રાખવામાં આવે છે.

પરમાર્થ નિકેતનની કોવિડ હોસ્પિટલમાં આશરે 20 મેડિકલ, પેરામેડિકલ અને અન્ય સ્ટાફની એક ટીમ છે જે દર્દીઓની સંભાળ લેશે. તમામ ઓક્સિજન, દવાઓ અને અલબત્ત ખોરાક અને રોકાણની વ્યવસ્થા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ માટે સંસ્થાને દાનની ખૂબ જ જરૂર છે. જે બધા દાન કર કપાતપાત્ર છે અને ડીવાઇન શક્તિ ફાઉન્ડેશનમાં તે દાન કરી શકાય છે.

કોરોનાવાયરસના આ અનિશ્ચિત સમય દરમિયાન, પરમાર્થ નિકેતનની દ્વારા વિશ્વભરના આપણા વૈશ્વિક કુટુંબને પ્રેમ અને પ્રાર્થનાઓ મોકલવામાં આવી છે અને પૂજ્ય સ્વામીજીએ બધાને આશીર્વાદ પાઠવ્યા છે. આ સંકટ સમયે આપ પણ સહાય કરવા માંગતા હો તો નીચે જણાવેલી લિંક પર સહાય કરી શકો છો.

https://www.paypal.com/donate/?cmd=_s-xclick&hosted_button_id=73E8E2RDVK3MS