યુગાન્ડામાં ગરીબી સામે લડવામાં મદદ કરવા માટે એક મુખ્ય પહેલ શરૂ કરાઇ છે જેમાં યુગાન્ડાની 50,000 છોકરીઓ અને મહિલાઓના જીવનમાં નોંધપાત્ર સુધારો કરવા રાંદલ ચેરિટેબલ ફાઉન્ડેશનની નોંધપાત્ર ગ્રાન્ટ દ્વારા યુગાન્ડાના મુકોનો જિલ્લાના નામકવા ખાતે સેનિટરી પેડ્સ માટે ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે.

કીપ અ ગર્લ ઇન સ્કૂલ (કેએજીઆઈએસ) મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 11 ઓગસ્ટ 2023ના રોજ યુગાન્ડા રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી જનરલ રોબર્ટ ક્વેસિગા અને રાંદલ ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. નિક કોટેચા OBE, DL દ્વારા સત્તાવાર રીતે શરૂ કરાયો હતો.

આ સીમાચિહ્નરૂપ સામાજિક એન્ટરપ્રાઇઝ પ્રોજેક્ટ યુગાન્ડા રેડ ક્રોસ સોસાયટી સાથે ભાગીદારીમાં કામ કરે છે. આ પ્લાન્ટ વાર્ષિક ધોરણે ફરીથી ઉપયોગ કરી શકાય તેવા 200,000 સેનિટરી પેડ્સનું ઉત્પાદન કરશે. જે શાળાઓમાં ભણતી છોકરીઓ માટે ચૂકી ગયેલી શૈક્ષણિક તકોને પહોંચી વળવામાં સીધી મદદ કરશે. સામાન્ય રીતે શાળાની બાળકીઓ તેમના પીરીયડના સમયગાળા દરમિયાન નબળા સેનિટરી સંરક્ષણને કારણે શૈક્ષણિક વર્ષનો 18 ટકા ભાગ ચૂકી શકે છે.

આ પ્રોજેક્ટ સંવેદનશીલ છોકરીઓ અને મહિલાઓ માટે સ્થાનિક સ્તરે કુશળ રોજગારીની તકો પણ ઉભી કરશે. તેમને પેડ્સ બનાવવાનું અને તેનું માર્કેટિંગ કરવાની તાલીમ આપવામાં આવશે.

શુભારંભ પછી બોલતા, યુગાન્ડામાં જન્મેલા અને 1972માં યુકેમાં શરણાર્થી તરીકે આવેલા ડૉ. કોટેચાએ કહ્યું હતું કે “ઘણી સ્ત્રીઓ અને છોકરીઓ માટે, ઉચ્ચ ગુણવત્તાવાળા સેનિટરી પેડ્સ તેમજ ટોઇલેટ્સની અછત શાળામાં જવા માટે એક વિશાળ અવરોધ ઉભો કરે છે અને તેમની ભવિષ્યની કારકિર્દીની પસંદગીઓને ગંભીરતાથી મર્યાદિત કરી શકે છે. રાંદલ ફાઉન્ડેશન થકી અમે લાંબા ગાળા સુધી ટકી શકે તેવી આર્થિક તકો અને રોજગારીનું સર્જન કરીને ગરીબીમાંથી બહાર આવેલા સમુદાયોને ટેકો આપવાના મોટા હિમાયતી પણ છીએ.’’

તેમણે કહ્યું હતું કે “યુગાન્ડા રેડ ક્રોસ સોસાયટી સાથેની આ ગ્રાઉન્ડ બ્રેકિંગ ભાગીદારી દર વર્ષે હજારો મહિલાઓ અને છોકરીઓ માટે “પીરિયડ પોવર્ટી” થી મુક્ત કરી ભવિષ્ય સુરક્ષિત કરવામાં મદદ કરશે. તે મહિલાઓ અને છોકરીઓ અમારા મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઈઝના વ્યાપક પરિણામોથી, સ્થાનિક ધોરણે મળનાર નોકરીઓથી લઈને તાલીમ અને અલબત્ત, ઉચ્ચ ગુણવત્તાની સેનિટરી સુરક્ષાથી લાભ મેળવશે.’’

રાંદલ ફાઉન્ડેશનના ચીફ ઓપરેટિંગ ઓફિસર રશેલ મેકકોર્મેકે જણાવ્યું હતું કે “આ સુવિધા ખાસ કરીને અમારા હૃદયની નજીક છે. પીરિયડ પોવર્ટી એ વૈશ્વિક સમસ્યા છે. અમારું સમુદાય-આધારિત સામાજિક સાહસ, યુઆરસીએસ સાથે મળીને ઉચ્ચ ગુણવત્તાની, સુલભ સેનિટરી સુરક્ષાનું નિર્માણ કરીને, અહીં યુગાન્ડામાં આનો સામનો કરવામાં મદદ કરશે.”

દર વર્ષે, બનાવાતા 200,000 પેડ્સમાંથી લગભગ 20 ટકા 10,000 સંવેદનશીલ છોકરીઓને મફતમાં આપવામાં આવશે. બાકીના 80 ટકા વ્યાપક સમુદાયમાં સબસિડીવાળા ભાવે વેચાશે.

યુગાન્ડા રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી જનરલ રોબર્ટ ક્વેસિગાએ જણાવ્યું હતું કે: “કીપ અ ગર્લ ઇન સ્કૂલ એ મેન્સ્ટ્રુઅલ હેલ્થ મેનેજમેન્ટ પહેલ છે. અમે યુગાન્ડામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના માટે રાંદલ ચેરિટેબલ ફાઉન્ડેશનનો આભાર માનીએ છીએ. આગામી 3 વર્ષોમાં, URCS યુગાન્ડામાં 100,000 – 150,000 મહિલાઓ અને છોકરીઓ સુધી પહોંચવા માટે ફરીથી વાપરી શકાય તેવા પેડ્સનું ઉત્પાદન વધારી રહ્યું છે.’’

યુગાન્ડાના બેઝીક એન્ડ સેકન્ડરી એજ્યુકેશનના ડાયરેક્ટર મુલિન્દવા ઈસ્માઈલે જણાવ્યું હતું કે “શિક્ષણ અને રમતગમત મંત્રાલયે, 2019થી, યુગાન્ડામાં કીપ અ ગર્લ ઇન સ્કૂલ પહેલનું નેતૃત્વ કર્યું છે. હાઇજેનિક સેનિટરી પેડ્સના અભાવના પરિણામે, સમુદાયની છોકરીઓ અને સ્ત્રીઓ ઘણીવાર જૂના કપડાં, કાગળો, જૂના મેટ્રેસના ફોમ અને પાંદડાઓનો ઉપયોગ કરે છે અને તેમને માસિક સ્રાવ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઘરમાંજ માંથી ખોદવામાં આવેલા ખાડા પર બેસવાની ફરજ પડે છે. યુગાન્ડા રેડક્રોસ સોસાયટી અને રાંદલ ચેરિટેબલ ફાઉન્ડેશનનો હું આભાર માનુ છું.’’

આ પ્રોજેક્ટ દરમિયાન, URCS એક સ્વદેશી સંસ્થા ‘શી ફોર શી’ સાથે પણ ભાગીદારી કરી રહી છે.

‘કીપ અ ગર્લ ઇન સ્કૂલ’ એ યુઆરસીએસ હેલ્થ એન્ડ સોશ્યલ સર્વિસ એજન્ડા હેઠળ વોટર, સેનિટેશન એન્ડ હાઇજીન (WASH) ઇન્ટરવેન્શનનો પણ એક ભાગ છે – જે મહિલાઓ અને કિશોરવયની છોકરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓની આસપાસ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

LEAVE A REPLY

20 + 6 =