એસોસિયેશન ઓફ કન્વીનિયન્સ સ્ટોર્સ (ACS) દ્વારા કરવામાં આવેલા ઓપીનીયન પોલમાં બહાર આવ્યું છે કે ફાર્મસીઓને યુકેમાં બીજી સૌથી મહત્વની આવશ્યક સેવાઓ તરીકે ગણવામાં આવે છે, ત્યારબાદ કન્વીનીયન્સ સ્ટોર્સ અને પોસ્ટ ઓફિસનો ક્રમ આવે છે. ફાર્મસીઓની સ્થાનિક સમુદાયો પર સૌથી વધુ સકારાત્મક અસર પડે છે.

નેશનલ ફાર્મસી એસોસિએશન (NPA) ના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક લિયોનેટે કહ્યું હતું કે “કોમ્યુનિટી ફાર્મસીઓ ફરી એકવાર વાર્ષિક રેન્કિંગમાં ટોચ પર છે તેનું જરા પણ આશ્ચર્ય નથી. જે સાબિત કરે છે કે લોકોને મન તે સ્થાનિક સંપત્તિ છે. ફાર્મસી સમાજના ફેબ્રિકનો એક ભાગ છે, તેમજ ફ્રન્ટલાઈન હેલ્થ સર્વિસ છે.

ACS ‘ધ કોમ્યુનિટી બેરોમીટર’ના રિપોર્ટમાં સ્થાનિક બિઝનેસીસની સેવાઓ, સમુદાયને લાભ કરવામાં તેમની ભૂમિકા અને લોકો તેમના વિશે કેવું અનુભવે છે તે અંગે નવી સમજ આપવામાં આવી છે. મતદાન માટે, રેસ્ટોરન્ટ્સ, પબ/બાર, ફાર્મસીઓ, નિષ્ણાત ફૂડ શોપ્સ, કોફી શોપ્સ, નોન-ફૂડ સ્ટોર્સ, ફાર્મસીઓ અને અન્ય સહિત 16 સેવાઓ ધ્યાનમાં લેવામાં આવી હતી.

ઘરની કિંમતો પર સૌથી વધુ હકારાત્મક અસર કરતી ટોચની પાંચ સેવાઓમાં પોસ્ટ ઓફિસો, ફાર્મસીઓ, વિશેષ ખોરાકની દુકાનો, કોફી શોપ્સ અને કન્વીનીયન્સ સ્ટોર્સ છે. આ ઉપરાંત, ફાર્મસીઓ તેમના સ્થાનિક સમુદાયોમાં ગ્રાહકો દ્વારા મોસ્ટ વોન્ટેડ સેવાઓમાં 7 મા ક્રમે છે.