. (PTI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ઘરેલુ મેન્યુફેક્ચરિંગ અને નિકાસને વેગ આપવા માટે બનાવવામાં આવેલા પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્સિટવ (પીએલઆઇ) સ્કીમથી આગામી પાંચ વર્ષમાં ભારતના ઉત્પાદનમાં 520 બિલિયન ડોલરનો વધારો થશે.

એક વેબિનારમાં મોદીએ જણાવ્યું હતું કે સરકારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ આપવા માટે સતત સુધારા કરી રહી છે. આ વર્ષના બજેટમાં આગામી પાંચ વર્ષ માટે આ સ્કીમ માટે આશરે રૂ.2 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. તેનાથી આગામી પાંચ વર્ષમાં ઉત્પાદનમાં આશરે 520 બિલિયન ડોલરનો વધારો થવાનો અંદાજ છે. પીએલઆઇ સ્કીમનો લાભ લેતા માનવબળમાં બે ગણો વધારો થવાની ધારણા છે અને તેનાથી રોજગારી સર્જનમાં વધારો થશે. સરકાર નિયમ પાલના બોજમાં ઘટાડો કરવાની, બિઝનેસની સરળતામાં વધારો કરવાની અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે પીએલઆઇ સ્કીમથી ટેલિકોમ, ઓટો અને ફાર્મા જેવા ક્ષેત્રના ઉત્પાદનને વેગ મળશે. પીએલઆઇનો હેતુ મેન્યુફેક્ચરિંગમાં વધારો કરવાનો અને નિકાસને વેગ આપવાનો છે.