
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તા. 24ના રોજ મહારાજા ચાર્લ્સ III સાથે ઇસ્ટ ઇંગ્લેન્ડના નોર્ફોકમાં આવેલા સેન્ડરિંગહામ એસ્ટેટમાં યોજાયેલી હુંફાળી મુલાકાત દરમિયાન તેમની નવી પર્યાવરણીય પહેલ “એક પેડ મા કે નામ”ના ભાગ રૂપે ડેવિડિયા ઇન્વોલુક્રાટા ‘સોનોમા’ તરીકે ઓળખાતા વૃક્ષનો છોડ ભેટ આપ્યો હતો.
X પરની એક પોસ્ટમાં, પીએમ મોદીએ કહ્યું હતું કે “હીઝ મેજેસ્ટી રાજા ચાર્લ્સ III સાથે ખૂબ જ સારી મુલાકાત થઈ. આ મુલાકાતમાં યોગ અને આયુર્વેદ તેમજ ભારત-યુકે વચ્ચેના કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ તરીકે ઓળખાતા મુક્ત વેપાર કરાર જેવા પાસાઓનો પણ સમાવેશ થાય છે. અમે ભારત-યુકે સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી, જેમાં CETA અને વિઝન 2035ના પગલે વેપાર અને રોકાણમાં આવરી લેવામાં આવેલા પાયાનો સમાવેશ થાય છે. ચર્ચાના અન્ય વિષયોમાં શિક્ષણ, આરોગ્ય અને સુખાકારી, ખાસ કરીને યોગ અને આયુર્વેદનો સમાવેશ થાય છે, જે એવા વિષયો છે જેના વિશે મહારાજા ખૂબ જ ઉત્સાહી છે. અમે પર્યાવરણીય સંરક્ષણ અને સસ્ટેઇનીબીલીટી વિશે પણ વાત કરી હતી.”
બકિંગહામ પેલેસે સોશિયલ મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે “આજે બપોરે, રાજાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સેન્ડરિંગહામ હાઉસ ખાતે સ્વાગત કર્યું હતું. તેમણે મહારાજાને આ ઓટમમાં વાવવા માટે એક વૃક્ષનો છોડ આપવામાં આવ્યો હતો, જે વડા પ્રધાન દ્વારા શરૂ કરાયેલ પર્યાવરણીય પહેલ, ‘એક પેડ મા કે નામ’ થી પ્રેરિત હતો. આ પહેલનો હેતુ લોકોને તેમની માતાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે વૃક્ષ વાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.”
આ વૃક્ષ સુશોભન વૃક્ષ છે જે વાવેતરના બે થી ત્રણ વર્ષમાં ફૂલ આપવાનું શરૂ કરે છે. તેની વિશેષતા એ છે કે મોટા, લહેરાતા સફેદ બ્રક્ટ્સની જોડી ડાળીઓ રૂમાલ અથવા કબૂતર લટકાવ્યા હોય તેવો દેખાવ આપે છે, જે વસંતઋતુના અંતમાં એક અદભુત દ્રશ્ય રજૂ કરે છે.
