ચેકર્સ
Britain's Prime Minister Keir Starmer welcomes Indian Prime Minister Narendra Modi at Chequers near Aylesbury, England, Thursday, July 24, 2025. Kin Cheung/Pool via REUTERS
  • Britain’s Prime Minister Keir Starmer and Prime Minister Narendra Modi of India, look at motor bikes during a business showcase event at Chequers near Aylesbury, England, Thursday, July 24, 2025. Kin Cheung/Pool via REUTERS
    London, Jul 24 (ANI): Prime Minister Narendra Modi in a bilateral meeting with Prime Minister of the United Kingdom, Keir Starmer, in London on Thursday. (DPR PMO/ANI Photo)
    London, Jul 24 (ANI): Prime Minister Narendra Modi and Prime Minister of the United Kingdom, Keir Starmer pose for a picture with the Premier League Trophy, in London on Thursday. (@narendramodi X/ANI Photo)

    – અમિત રોય દ્વારા

ભારત અને યુકે વચ્ચે સીમાચિહ્નરૂપ વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર જ્યાં હસ્તાક્ષર કરાયા હતા તે ચેકર્સ એટલે કે બકિંગહામશાયરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલું યુકેના વડા પ્રધાન કેર સ્ટાર્મરનું નિવાસ સ્થાન એક “ઐતિહાસિક” પ્રસંગનું સાક્ષી બન્યું હતું. વડા પ્રધાન કેર સ્ટાર્મર અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તા. 24ના રોજ ચેકર્સમાં અને બહાર મેદાનમાં અનેક પ્રસંગોમાં ભાગ લીધો હતો.

ઇંગ્લેન્ડના 1,000 એકરથી વધુ ગ્રામીણ વિસ્તારમાં આવેલ ચેકર્સમાં ઉપસ્થિત રહેવાનું અને “ઇતિહાસનો પ્રથમ ડ્રાફ્ટ” જોવો એ પણ મારા માટે એક લહાવો હતો. ભારતીય સ્ટીલ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પૉલ બકિંગહામશાયરમાં ધ ગ્રેન્જ નામની 250 એકરની એસ્ટેટ ધરાવે છે જ્યાં મેં લોર્ડ પૉલનો ઘણી વખત ઇન્ટરવ્યુ લીધો છે. ચેકર્સ ત્યાંથી ખાસ દૂર નથી. જ્યારે ગોર્ડન બ્રાઉન વડા પ્રધાન હતા, ત્યારે તેમના પર શ્રીમંત પૉલની ખૂબ નજીક હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આવા ટીકાકારોને શાંત કરવા માટે, લોર્ડ પૉલ મજાકમાં કહેતા કે “ધ ગ્રેન્જને ચેકર્સ સાથે જોડતી એક ટનલ છે.”

મારી સમજ મુજબ તા. 24ના રોજ ચેકર્સ અભેદ સુરક્ષાથી ઘેરાયેલું હતું. કદાચ ખાતરી કરવા કે જેરેમી કોર્બિન કે ડીયાન એબોટ સ્ટાર્મરના મોટા દિવસને બગાડવા માટે ઘૂસી ન જાય. એક સશસ્ત્ર પોલીસ અધિકારીએ ખૂબ જ નમ્રતાથી અમને અમારી કારનો બૂટ ખોલવાનું કહ્યું હતું. કદાચ તેઓ ખાતરી કરવા માંગતા હશે કે રાહુલ ગાંધી કે મમતા બેનર્જી મોદીના મોટા પ્રસંગને બગાડવાનો ઇરાદો ધરાવતા ન હોય. આ તો ખાલી મજાક છે. ખૂબ જ નમ્ર પોલીસે અમારી કારની નીચે કેમેરા મૂકી ચેક કર્યું હતું. તો એક હેલિકોપ્ટર ઉપર ઘોંઘાટ સાથે ઉડી રહ્યું હતું જે ગ્રામ્ય વિસ્તારની તપાસ કરી રહ્યું હતું.

1917થી બ્રિટિશ વડા પ્રધાનના ગ્રેડ I લિસ્ટેડ નિવાસસ્થાનના વાતાવરણમાં શાંતી પથરાયેલી હતી. મને લાગે છે કે આવનારા વર્ષોમાં ઇસ્ટર્ન આઇના રિચ લિસ્ટમાં નામ ધરાવતા વધુ લોકો આવી પ્રોપર્ટી ખરીદશે.

૧૫૬૫માં વિલિયમ હોટ્રે નામના લેન્ડલોર્ડ દ્વારા ચેકર્સ બનાવવામાં આવ્યું હતું. હાલમાં પણ હોટ્રેના નામ પર ત્યાં એક ડ્રોઇંગ રૂમ છે જ્યાં સ્ટાર્મર અને મોદીએ તેમના પ્રારંભિક નિવેદનો આપ્યા હતા. અમારા એક્ઝાક્યુટીવ એડિટર શૈલેષ સોલંકી અને મને પાછળથી ધ ગ્રેટ હોલમાં વડા પ્રધાન સ્ટાર્મરનો ઇન્ટરવ્યુ લેવા માટે બેસાડવામાં આવ્યા હતા. પરંતુ તેઓ શાંત અને વધુ આરામદાયક સ્થળ ઇચ્છતા હતા તેથી અમને હોટ્રે રૂમમાં ખસેડવામાં આવ્યા હતા.

તે સમય દરમિયાન બીજું એક હેલિકોપ્ટર નજીકના ઘાસના મેદાનમાં ઉતર્યું હતું. જેમાં ભારતીય વડા પ્રધાન અને તેમના સાથીઓનું આગમન થયું હતું અને તેમને કમાનવાળા પ્રવેશદ્વારોમાંથી એક તરફ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સ્ટાર્મર મહેમાનને આવકારવા માટે રાહ જોઈ રહ્યા હતા.

મારે કહેવું જ જોઇએ કે મોદીના ક્રિસ્પી સફેદ કપડાં સમરનાં લીલા વૃક્ષો અને ઘાસથી વિપરીત હતા. તેઓ પોતાના પરિચિત આલિંગન માટે સીધા જ આત્મવિશ્વાસથી સ્ટાર્મર તરફ ચાલ્યા હતા. સ્ટાર્મરે પણ સામે હિંમતભેર જવાબ આપ્યો હતો.

સ્ટાર્મરે અમસ્તું જ મોદીને પૂછ્યું હતું કે ‘શું તેઓ પહેલા ચેકર્સ આવ્યા છે?’ ત્યારે મોદીએ જવાબ હકારમાં આપ્યો હતો. તા. ૧૩ નવેમ્બર ૨૦૧૫ના રોજ જ્યારે ડેવિડ કેમેરોન વડા પ્રધાન હતા ત્યારે મોદી ભારતીય વડા પ્રધાન તરીકે ચેકર્સથી તેમને વેમ્બલી સ્ટેડિયમમાં તેમની પ્રખ્યાત સભામાં લઈ ગયા હતા.

તેના એક દાયકા પછી, મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતીય ધ્વજ લહેરાવ્યો છે. વડા પ્રધાન તરીકેની બ્રિટનની આ તેમની ચોથી મુલાકાત છે. બંનેમાંથી કોઈ પણ વડા પ્રધાને ત્યાં એકત્ર થયેલા મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા. પરંતુ વેપાર સોદાની જટિલતા પર નજર રાખનારા વ્યક્તિ તરીકે મોદીને ત્યાં જોવામાં આવ્યા હતા. મારી છાપ એ છે કે જો કોઈ એક દેશ સુસ્ત બ્રિટિશ અર્થતંત્રને બચાવવામાં મદદ કરી શકે તેમ છે, તો તે ભારત છે.

ધ ગ્રેટ હોલમાં બિઝનેસ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સ અને તેમના ભારતીય સમકક્ષ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલ વચ્ચે વેપાર કરારના દસ્તાવેજો પર ઔપચારિક હસ્તાક્ષર થયા હતા. મને તેઓ સારા મિત્રો હોય તેવું લાગ્યું. ખાસ કરીને એટલા માટે નહીં કે રેનોલ્ડ્સે ગોયલ માટે થોડા અઠવાડિયા પહેલા લંડનના હાઇડ પાર્કમાં ફરતી અને વાત કરતી વખતે આઈસ્ક્રીમ ખરીદ્યો હતો.

બ્રિટનના શાહી ભૂતકાળના ચિત્રો વચ્ચે લોર્ડ્સ, લેડીઝ અને કુલીન વર્ગના લોકોના મેળાવડામાં ભારતીયો અને બ્રિટનના અધિકારીઓ અને રાજકારણીઓ સમાન વિષયો પર વાતચીત કરતા હતા. સ્ટાર્મરે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે આ સોદો વિશ્વની પાંચમી અને છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા વચ્ચે હતો. પરંતુ તેમણે એ ન હતું કહ્યું કે કયો દેશ પાંચમી કે છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

ત્યાં ઘણા બધા દ્રશ્યો નજરે પડતા હતા. પહેલા રેનોલ્ડ્સ અને ગોયલ દસ્તાવેજોની ઔપચારિક આપલે કરતા હતા. તો ચાન્સેલર રેચલ રીવ્સ ખુશ દેખાતા હતા. ટૂંક સમયમાં, ફેમિલી ફોટો માટે ડાબેથી જમણે લાઇનમાં સીમા મલ્હોત્રા (યુકે ઇમિગ્રેશન મિનિસ્ટર), અજિત ડોભાલ (ભારતના નેશનલ સિક્યુરીટી એડવાઇઝર – કદાચ બંને પક્ષોએ આતંકવાદ અને સંરક્ષણ વિશે વાત કરી હશે), રેચલ રીવ્સ, ગોયલ, રેનોલ્ડ્સ, સુબ્રમણ્યમ જયશંકર (ભારતના વિદેશ મંત્રી), અને જોનાથન પોવેલ (યુકેના નેશનલ સિક્યુરીટી એડવાઇઝર) નજરે પડ્યા હતા. મેં જોયું કે ચાન્સેલર રેચલ રીવ્સ જ્યારે ચેકર્સ પહોંચ્યા ત્યારે તેમણે પોલીસને ક્યુ જમ્પ કરવા માટે સમજાવી પડી હતી. તેમના વર્તનમાં થોડો સૂચન હતું કે, ‘શું તમે જાણતા નથી કે હું કોણ છું?’

પાછળથી, મેં હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગને જોયા હતા અને તેમને કહ્યું હતું કે તેઓ ડોકટરોની હડતાળ છતાં હળવા દેખાતા હતા. સ્ટ્રીટિંગ, ફક્ત 42 વર્ષના છે અને ઘણા લોકો તેમને ભાવિ વડા પ્રધાન તરીકે સૂચવે છે. તેમના મતવિસ્તાર, ઇલ્ફોર્ડ નોર્થમાં ઘણા ભારતીય મતદારો છે. નોંધપાત્ર રીતે, તેઓ સમજે છે કે લેબર પાર્ટીને ભારતમાં રાજકારણીઓની નવી પેઢી સાથેના તેના સંબંધોને સુધારવાની જરૂર છે. ઉપરાંત, ભારતીય ડોકટરો NHS માં એક મુખ્ય પરિબળ છે, અને મુક્ત વેપાર કરારનો અર્થ એ થઈ શકે છે કે બંને દેશો વચ્ચે તબીબી સહયોગ વધશે.

લંચ પછી, મોદી સેન્ડ્રીંગહામ ખાતે કિંગ ચાર્લ્સને મળવા ગયા હતા.

આપણામાંથી ઘણાં લોકો અ અગાઉ ચેકર્સ ગયા નથી તેમના માટે તે દિવસ સ્પષ્ટપણે ઐતિહાસિક અને આનંદપ્રદ દિવસ હતો. તે દિવસે યાદ રાખવા માટે ઘણી ક્ષણો હતી જેમાંની એક ખાસ ‘આમલા ટી’ના અખિલ પટેલે ભારતીય વડા પ્રધાનને મસાલા ચાનો કપ આપ્યો ત્યારે કરી હતી કે “એક ચાવાળો બીજા ચાવાળાને ચા આપે છે.” મોદીએ તેમના સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂકી હતી.

LEAVE A REPLY