ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 02- 09 જુલાઈ દરમિયાન ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાતે જશે. વડાપ્રધાનની ઘાનાની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત હશે. ભારતથી ઘાનાની આ વડાપ્રધાન સ્તરની મુલાકાત ત્રણ દાયકા પછી થઈ રહી છે. તેઓ ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કમલા પ્રસાદ બિસેસરના આમંત્રણ પર 03-04 જુલાઈએ ત્યાંની સત્તાવાર મુલાકાત લેશે. વડાપ્રધાનમંત્રી તરીકે આ તેમની પ્રથમ દેશની મુલાકાત હશે અને 1999 પછી આ દેશની પ્રથમ વડાપ્રધાન સ્તરની દ્વિપક્ષીય મુલાકાત હશે. આર્જેન્ટિનાના પ્રેસિડેન્ટ જાવિઅર માઇલીના આમંત્રણ પર તેઓ મુલાકાતના ત્રીજા તબક્કામાં 04-05 જુલાઈ રોજ આર્જેન્ટિનાની સત્તાવાર મુલાકાત લેશે. બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાના આમંત્રણ પર, વડાપ્રધાન 5-8 જુલાઈ દરમિયાન 17મી બ્રિક્સ સમિટ 2025માં હાજરી આપવા માટે બ્રાઝિલની મુલાકાત લેશે. વડાપ્રધાનની બ્રાઝિલની આ ચોથી મુલાકાત હશે. 17મી બ્રિક્સ નેતાઓની સમિટ રિયો ડી જાનેરોમાં યોજાશે. નામિબિયાના પ્રેસિડેન્ટ ડૉ. નેટુમ્બો નંદી-નદૈતવના આમંત્રણ પર તેઓ 09 જુલાઈના રોજ નામિબિયાની મુલાકાત લેશે. વડાપ્રધાનની નામિબિયાની આ પ્રથમ મુલાકાત હશે.

LEAVE A REPLY