પોલેન્ડની આઠમી ક્રમાંકિત ઇગા સ્વિયાટેકે શનિવાર, 12 જુલાઇએ અમેરિકાની અમાન્ડા અનિસિમોવાને 6-0, 6-0થી સરળતાથી હરાવી પોતાનું પ્રથમ વિમ્બલ્ડન અને છઠ્ઠું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. આ 114 વર્ષના ઇતિહાસમાં વિમ્બલ્ડનની પહેલી મહિલા ફાઇનલ હતી, જેમાં વિરોધી ખેલાડી એક પણ ગેમ જીતી શકી ન હતી.
24 વર્ષની પોલેન્ડની આ ખેલાડી અગાઉ ફ્રેન્ચ ઓપનમાં ચાર અને યુએસ ઓપનમાં એક ટાઇટલ જીતી ચુકી છે. તેને વિમ્બલડનમાં સેન્ટર કોર્ટ પર માત્ર 57 મિનિટમાં 13મું રેન્ક ધરાવતી અનિસિમોવાને હરાવીને ગ્રાસ કોર્ટ પર પોતાની પહેલી ટ્રોફી જીતી હતી.
આઠમી ક્રમાંકિત ખેલાડીએ શરૂઆતથી અંત સુધી મેચ પર સંપૂર્ણ નિયંત્રણમાં મેળવી રાખ્યું હતું અને હરીફ ખેલાડીઓની વારંવાર ભૂલોનો લાભ ઉઠાવ્યો હતો. સ્વિયાટેકે આ વર્ષ પહેલાં ક્યારેય વિમ્બલ્ડન ક્વાર્ટર ફાઇનલથી આગળ વધી શકી ન હતી, ૨૩ વર્ષીય અનિસિમોવા પોતાની પહેલી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં ભાગ લઈ રહી હતી અને ફાઇનલમાં પહોંચીને તેને કારકિર્દીની શ્રેષ્ઠ સફળતા મેળવી લીધી હતી.














