ભારતમાં રાષ્ટ્રીય કક્ષાના જુદા જુદા રાજકીય પક્ષોએ 2022-23માં જાહેર કરેલા અજાણ્યા સ્રોત પાસેથી મળેલા કુલ ભંડોળમાંથી 82 ટકા ભંડોળ ઈલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા મળ્યા હોવાનું એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના રીપોર્ટમાં જણાવાયું છે. 2022-23 દરમિયાન રાજકીય પક્ષોને અજાણ્યાં સ્રોત પાસેથી મળેલાં કુલ રૂ.1,832.88 કરોડના ભંડોળ પૈકીની રૂ.1,510 કરોડની એટલે કે 82.42 ટકા રકમ ઈલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા મળી હતી. નાણાકીય વર્ષ 2004-05થી 2022-23 દરમિયાન આ રાષ્ટ્રીય પક્ષોએ અજાણ્યાં સ્રોત પાસેથી રૂ. 19, 083 કરોડનું ભંડોળ મેળવ્યું હતું. રીપોર્ટમાં જણાવ્યા મુજબ રાજકીય પક્ષોને તેમની આવકનો 60 ટકા જેટલો હિસ્સો અજાણ્યા સ્રોતમાંથી પ્રાપ્ત થાય છે.

એડીઆરના રીપોર્ટ પ્રમાણે, ભાજપે અજાણ્યાં સ્રોત પાસેથી સૌથી વધુ રૂ.1,400 કરોડનું ભંડોળ મળ્યાનું જાહેર કર્યું છે. જે કુલ રકમના 76.39 ટકા જેટલું છે. કોંગ્રેસે રૂ.315.11 કરોડનું ભંડોળ મળ્યું હોવાનું જાહેર કર્યું છે, જે કુલ રકમના 17.19 ટકા જેટલું છે. રીપોર્ટમાં રાષ્ટ્રીય સ્તરના છ રાજકીય પક્ષોની વિગતોનું વિશ્લેષણ કરાયું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી), કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) (સીપીઆઈ-એમ), બહુજન સમાજ પાર્ટી (બીએસપી), આમ આદમી પાર્ટી (આપ) તથા નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીઈપી)નો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત પ્રાદેશિક પક્ષોને પણ ઈલેક્ટોરલ બોન્ડ્સના માધ્યમથી નોંધપાત્ર પ્રમાણમાં ભંડોળ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત કોંગ્રેસ અને સીપીઆઈ (એમ)એ કૂપનોના વેચાણ દ્વારા સંયુક્ત રીતે 136.79 કરોડની આવક થઈ હોવાનું જાહેર કર્યું હતું.

LEAVE A REPLY

5 × 4 =