ફુજિત્સુ યુરોપના વડા પોલ પેટરસને કબૂલ્યું છે કે તેના ખામીયુક્ત IT સોફ્ટવેરના પરિણામે ખોટી રીતે કાર્યવાહી કરાયેલ સબ-પોસ્ટમાસ્ટરને વળતરમાં ફાળો આપવાની પેઢીની “નૈતિક જવાબદારી” છે. ફુજિત્સુના વૈશ્વિક ચીફ એક્ઝિક્યુટિવ, તાકાહિતો ટોકિતાએ પણ માફી માંગી છે અને સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે કૌભાંડ અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે  “આ એક મોટો મુદ્દો છે, જેને ફુજિત્સુ ખૂબ ગંભીરતાથી લે છે.”

પોલ પેટરસને જણાવ્યું હતું કે ફુજિત્સુએ પોસ્ટ ઓફિસને પુરાવા આપ્યા હતા જેનો ઉપયોગ નિર્દોષ મેનેજરો પર કાર્યવાહી કરવા માટે કરવામાં આવ્યો હતો. પોસ્ટ ઓફિસ તેના હોરાઇઝન એકાઉન્ટન્સી સોફ્ટવેરમાંની ભૂલો વિશે શરૂઆતથી જ જાણતી હતી. ફુજિત્સુએ પોસ્ટમાસ્ટરના જીવન અને તેમના પરિવારો પરની અસર માટે માફી માંગી છે.”

1999 અને 2015 ની વચ્ચે, 900થી વધુ સબ-પોસ્ટમાસ્ટર અને પોસ્ટમિસ્ટ્રેસ સામે ચોરી અને ખોટા હિસાબ માટે તેમની શાખાઓમાંથી નાણાં ગુમ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.

આજની તારીખમાં માત્ર 93 દોષિતોની સજા રદ કરવામાં આવી છે અને હજારો લોકો 20 વર્ષથી વળતરના સમાધાનની રાહ જોઈ રહ્યા છે.

મિસ્ટર ટોકિતાએ એ પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો કે કંપની ખામીયુક્ત હોરાઇઝન સિસ્ટમમાંથી કમાયેલા પૈસામાંથી કોઈ પણ રકમ પરત કરશે કે કેમ. મંગળવારે બિઝનેસ અને ટ્રેડ સિલેક્ટ કમિટીમાં અન્ય લોકો સાંસદો સમક્ષ હાજર થયા પછી તેમની ટિપ્પણીઓ આવી હતી.

ફુજિત્સુના પેટરસને જણાવ્યું હતું કે તેમની અંદરની લાગણી એ હતી કે કંપનીના સ્ટાફ 2010 પહેલા હોરાઇઝન સાથેની સમસ્યાઓ વિશે જાણતા હતા. પોસ્ટ ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ નિક રીડે જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસ જાણતી હતી કે IT સિસ્ટમ દૂરથી એક્સેસ કરી શકાય છે. સોલિસીટર નીલ હજલે જણાવ્યું હતું કે ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવેલા 77 સબ-પોસ્ટમાસ્ટરના તેમના જૂથમાંથી માત્ર ત્રણને સંપૂર્ણ અને અંતિમ વળતર મળ્યું છે.

LEAVE A REPLY

10 + 4 =