(ANI Photo)

500 કરતા વધુ વર્ષના તીવ્ર સંઘર્ષ પછી 22 જાન્યુઆરી 2024ના રોજ રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાનો પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ યોજાઇ રહ્યો છે ત્યારે યુકેમાં વિવિધ સંસ્થાઓ અને મંદિરો દ્વારા વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

એક બિલિયન જેટલા વૈશ્વિક હિંદુ ડાયસ્પોરા માટે આ ઐતિહાસિક અને ખૂબ જ લાગણીસભર ઘટના છે ત્યારે યુકેના હિન્દુ મંદિરો અને સંસ્થાઓ દ્વારા ભગવાન રામની મૂર્તિનો અભિષેક-પૂજા કરવા અને મંત્રોનું પઠન કરવા અને ઐતિહાસિક પ્રસંગની યોગ્ય રીતે ઉજવણી કરવા આહ્વાન કરાયું છે.

આ પ્રસંગે જે કાર્યક્રમોનું યુકેમાં આયોજન કરાયું છે તેની ટૂંક માહિતી આ મુજબ છે. આપ વધુ માહિતી માટે નીચેની વેબલિંક ક્લીક કરીને આપના શહેર – વિસ્તારમાં યોજાનાર કાર્યક્રમો અંગેની વધુ માહિતી જાણી શકશો.

https://www.ukcelebratesayodhya.com/celebrationsinuk

  • શ્રી રામ મંદિર, ઘીવાલા લોહાણા સેન્ટર, હિલ્ડયાર્ડ રોડ, લેસ્ટર, LE4 5GG ખાતે શ્રી રામ કથા પ્રસંગે તા. 20ના રોજ પોથીયાત્રા બપોરે 2.00 કલાકે અને શ્રી રામ કથા બપોરે 3 થી 5; તા. 21 પોથી પૂજા બપોરે 2.30 અને રામ કથા બપોરે 3થી 5; તા. 22પોથી પૂજા સવારે 9.30 અને કથા 10.30 થી 1.30. તે પછી ફરાળ – પ્રસાદ. રોજ સાંજે 6.45 કલાકે પ્રસાદી મળશે.
  • સ્લાઉ હિન્દુ મંદિર, કીલ ડ્રાઇવ SL1 2XU ખાતે રવિવાર 21ના રોજ અયોધ્યા અક્ષત કળશનું પ-30 કલાકે આગમન, 7 કલાકે આરતી થશે. તા. 22ના રોજ સાંજે 4 થી મહોત્સવ, રામ ધૂન, ભજન, આરતી અને મહાપ્રસાદનો લાભ મળશે.
  • BAPS સ્વામિનારાયણ સંસ્થા યુકે અને યુરોપ દ્વારા તા. 19થી 21 જાન્યુઆરી દરમિયાન યુકે અને યુરોપના તમામ મંદિરો અને કેન્દ્રો પર વિશેષ સભાઓ યોજાશે.
  • સંગમમ યુકે દ્વારા તા. 22ના રોજ 108 “શ્રી રામ જયમ” જાપ લખવા અને તા. 22ના રોજ સવારે 7 કલાકે “શ્રી રામ જયમના જાપ કરવા જોડાવા અપીલ કરાઇ છે.
  • ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વીમેન દ્વારા તા. 21 ના રોજ સાંજે 4 વાગ્યે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે.
  • એલ્સબરી હિન્દુ ટેમ્પલ ખાતે તા. 22ના રોજ બ્રાઉટન જુનિયર સ્કૂલ HP20 1NG ખાતે સાંજે 6થી 9 સુધી પંડિત અનિલ દ્વિવેદીજી દ્વારા પૂજા અને કીર્તન, શ્રી રામ આગમન, રામાયણ કોસ્ચ્યુમ પરેડ, આતશબાજી અને પ્રસાદનું આયોજન કરાયું છે.
  • બેસિંગસ્ટોક કાર્નિવલ હોલ ખાતે તી. 20ના રોજ સવારે 10થી 2 શ્રી રામજી રથયાત્રા, બપોરે 2:00 કલાકે અખંડ રામાયણ પાઠ, તા. 21ના રોજ બપોરે 3:30થી અખંડ રામાયણ, આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ, રોશની અને આતશબાજી અને સાંજે 6:30 માહપ્રસાદનું આયોજન કરાયું છે. તા. 22ના રોજ સવારે 8થી ઉદ્ઘાટનનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે તથા 7 થી 9 શ્રી રામજી પૂજા અને ત્યારબાદ પ્રસાદનો લાભ મળશે.
  • શ્રી રામ મંદિર બર્મિંગહામ, 8 વોલફોર્ડ રોડ, સ્પાર્કબ્રુક, બર્મિંગહામ, B11 INR ખાતે તા. 27ના રોજ સાંજે 5થી શ્રી રામ પૂજન, સુરુચિ ભોજન, નિત્ય આરતી અને પછી રામ ધૂન ભજન કીર્તન થશે.
  • શ્રી ગીતા ભવન, 107-117 હીથફિલ્ડ રોડ, હેન્ડવર્થ, બર્મિંગહામ B19 1HL ખાતે તા. 21ના રોજ બપોરે 12.10થી શ્રી રામ પૂજન, ભજન કીર્તન, આરતી અને ભંડારો થશે.
  • શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળ, શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, શ્રી રામ મંદિર બર્મિંગહામ અને શ્રી પ્રજાપતિ એસોસિએશનના સહયોગથી તા. 21ના રોજ શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળ (શ્રી કૃષ્ણ મંદિર) 10 સેમ્પસન રોડ, સ્પાર્કબ્રુક, બર્મિંગહામ, B11 1JL ખાતે સવારે 10થી સાંજના 5:00 સુધી બાળકોની પ્રવૃત્તિઓ, ભજન, રાસ ગરબા જન્મોત્સવ આરતી થશે. તા. 22ના રોજ શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર 541a વોરવિક રોડ, ટાઈસલી, બર્મિંગહામ, B11 2JP ખાતે સવારે 9:30 થી સાંજે 7:30 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો થશે.
  • શ્રી હિંદુ કોમ્યુનિટી સેન્ટર, શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, 541A વોરીકરોડ, ટાઈસ્લી બર્મિંગહામ ખાતે તા. 22ના રોજ સવારે 9:30થી સાંજના 7:30 સુધી મંગલા આરતી, પ્રદક્ષિણા, હનુમાન ચાલીસા, મહા પૂજા, સમારોહની ઝલક, સમુહ રામ આરતી, ભજન અને કીર્તન – રાસ ગરબાનું આયોજન કરાયું છે. બપોરે 1 કલાકે અને સાંજે 7 કલાકે સમુહ આરતી બાદ પ્રસાદ/ભોજનનો લાભ મળશે.
  • વેદ મંદિર, વિશ્વ હિન્દુ પરિષદ (યુકે) બોલ્ટન શાખા, 1 થોમસ હોલ્ડન સેન્ટ, બોલ્ટન BL1 2QG ખાતે તા. 22ના રોજ સવારે 9:30થી રામ ધૂન, હનુમાનજી ચાલીસા અને રામ સ્તુતિ, ભોજન થાળ અને બપોરે 12 કલાકે આરતી બાદ પ્રસાદ પીરસવામાં આવશે.
  • ઇન્ડિયન કલ્ચરલ એસોસિએશન ઓફ ડોર્સેટ દ્વારા મસ્કલિફ કોમ્યુનિટી સેન્ટર, BH9 3LR ખાતે તા. 22ના રોજ સાંજે 7 થી 8.30 રામ મંદિર શુભારંભની ઉજવણી કરાશે.
  • હિન્દુ કલ્ચરલ સોસાયટી ઓફ બ્રેડફોર્ડ 341 લીડ્ઝ રોડ, બ્રેડફોર્ડ BD3 9JY ખાતે તા. 22ના રોજ સાંજે 5થી 7 ભજન કીર્તન, અભિષેક, પુષ્પ અર્પણ, પૂજા, હનુમાન ચાલીસા, આરતી, પાઠ અને ભોજન પ્રસાદનો લાભ મળશે.
  • ધ હિન્દુ ટેમ્પલ, બ્રિસ્ટોલ, 163 ચર્ચ રોડ, બ્રિસ્ટોલ BS5 9LA ખાતે તા. 20ના રોજ સાંજે 5:30થી 7:30 રામ ભજન, તા. 21ના રોજ બપોરે 3:30થી કથા (ઇસ્કોન) અને તા. 22ના રોજ સાંજે 6:30 કલાકે ભજન અને દીપમાલા અને પછી પ્રસાદ મળશે.
  • મિલ્ટન કોમ્યુનિટી સેન્ટર, કોલ્સ રોડ, મિલ્ટન, કેમ્બ્રિજ CB24 6BL ખાતે તા. 20ના રોજ સાંજે 5:30 વાગ્યાથી સુંદરકાંડ પાઠ, ભજન અને હનુમાન ચાલીસા થશે.
  • શ્રી સ્વામિનારાયણ મંદિર કાર્ડિફ, 4 મર્ચેસ પ્લેસ, કાર્ડિફ, CF11 6RD ખાતે તા. 21ના રોજ બપોરે 3થી 6 રામ કથા થશે. જેનો લાભ શ્રી વિશાલ ભગત આપશે અને નિર્મલ જોષી કિર્તન રજૂ કરશે.
  • સેન્ટ ફાગન્સ વિલેજ હોલ, કાર્ડિફ, CF5 6DU ખાતે તા. 21ના રોજ સાંજે 4:30થી 7 સુંદરકાંડ, રામચરિતમાનસના પાઠ કરાશે.
  • સનાતન હિન્દુ કલ્ચરલ સોસાયટી સટન, સાઉથ લંડન દ્વારા મુખ્ય હોલ, કાર્શાલ્ટન હાઈસ્કૂલ ફોર ગર્લ્સ, કાર્શલ્ટન SM5 2QX ખાતે રામ ભજન, રામ જાપ, બાળકોની પ્રવૃત્તિઓનું આયોજન તા. 22ના રોજ સાંજે 7થી 9 વાગ્યા સુધી કરાયું છે.
  • ક્રોલી હિન્દુ સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે તા. 20ના રોજ સવારે 10:30 થી 3-00 સુધી રામ ધૂન, રામદરબાર પૂજા અને અભિષેક કરાશે.
  • BAPS સ્વામિનારાયણ સત્સંગ મંડળ, ક્રૉલી દ્વારા રવિવાર તા. 21ના રોજ સાંજે 4.15થી 6 સભા, મહાપ્રસાદનું આયોજન હેઝલવિક સ્કૂલ, હેઝલવિક સ્કૂલ ક્લોઝ, થ્રી બ્રિજ, ક્રોલી RHIO 1SX ખાતે કરાયું છે.
  • શ્રી વિશ્વ સનાતન ધર્મ મંદિર, 132 વ્હાઇટહોર્સ રોડ, ક્રોયડન, CR0 2LA ખાતે તા. 22ના રોજ સવારે 11:30થી 3:30 સુધી ભજન, સત્સંગ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ અને બપોરે 3.30 કલાકે આરતી અને ત્યારબાદ પ્રસાદ પીરસવામાં આવશે.
  • હિંદુ મંદિર ગીતા ભવન, 96-102 પીઅટ્રી રોડ, ડર્બી DE23 6QA ખાતે તા. તા. 22ના રોજ સાંજે 8 કલાકે શ્રી રામલાલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
  • હિન્દુ મંદિર ગ્લાસગો, 1 લા બેલે પ્લેસ ગ્લાસગો, G3 7LH ખાતે તી. 20ના રોજ સવારે 11:30થી અખંડ રામાયણ પાઠ, ભોગ, શ્રી રામ કથા, ભજન, સંકીર્તન અને બપોરે 12થી લંગરનો લાભ મળશે.
  • ઓમ મંદિર, 10 મનોર રોડ, ગ્રેવસએન્ડ, DA12 1AA ખાતે તા. 21ના રોજ સવારે 10 કલાકે હવન તા. 22ના રોજ સવારે 11થી કીર્તન થશે.
  • ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્ર, 22 પામરસ્ટન રોડ, હેરો, HA3 7RR ખાતે તા. 22ના રોજ સવારે 11થી લાઇટ રિફ્રેશમેન્ટ સાથે ભજન કિર્તન પૂજા થશે.
  • શ્રીનાથધામ – નેશનલ હવેલી એન્ડ કોમ્યુનિટી સેન્ટર, હેરો ખાતે તા. 21ના રોજ બપોરે 12થી વિશેષ રામ ધૂન અને કીર્તન થશે. બ્રહ્મઋષિ મિશન, 278 હેસ્ટન રોડ, હાઉન્સલો TW5 0RT ખાતે તા. 20ની સવારે 10 કલાકે રામાયણ પાઠ શરૂ થશે. તા. 21ના રોજ સવારે 10 કલાકે પૂર્ણાહુતિ થશે. તે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. તા. 22 સાંજે 6થી 8 સુંદરકાંડ પાઠ રામ ભજન, પ્રસાદનો લાભ મળશે.
  • લક્ષ્મી નારાયણ મંદિર અને રાધા માધવ સોસાયટી (યુકે) દ્વારા તા: 20 અને 21ના રોજ બપોરે 2 થી 6 લક્ષ્મી નારાયણ મંદિર 60 નેવિલ ક્લોઝ, હાઉન્સલો TW3 4JG ખાતે રામાયણ શિબિર થશે.
  • શ્રી સીતા રામ મંદિર હડર્સફીલ્ડ, 20 ઝેટલેન્ડ સ્ટ્રીટ, હડર્સફિલ્ડ, HD1 2RA ખાતે તા. 22 બપોરે 12 વાગ્યાથી રામ મંદિર શુભારંભ પ્રસંગે ઉજવણી કરાશે.
  • દુર્ગા મંદિર ઇલફર્ડ દ્વારા તા. 20 સવારે 11 થી 12.30; તા. 21 સાંજે 5થી 7; તા. 22 સાંજે 6.30થી 8 અને મંગળવાર 23 સવારે 11થી 1 દરમિયાન રામ લલ્લા કી શામ, રામ ભજન, ધૂન, ચૌપાઈ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ, આરતી અને ભંડારાનો લાભ મળશે.
  • વિશ્વ હિન્દુ પરિષદ – યુકે ઇલફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલફર્ડ IG1 1EE ખાતે તા. 21 ના રોજ સાંજે 4થી 8 સુંદરકાંડ પાઠ, રામ ભજન, આરતી અને પ્રસાદ; તા. 22 સાંજે 5થી રાત્રે 9:00 હનુમાન ચાલીસા, સીતા રામ અભિષેક, રામ રક્ષા સ્તોત્રમ, રામ ભજન, આરતી અને પ્રસાદનું આયોજન કરાયું છે.
  • ઇપ્સવિચ હિન્દુ સમાજ મંદિર દ્વારા તા. 22ની સાંજે 6.30 થી 9.30 વાર્તા સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ભજન, ગીત, વાર્તા અને રાત્રે 8.30 કલાકે આરતી અને મહાપ્રસાદનો લાભ મળશે.
  • હિન્દુ સ્વયંસેવક સંઘ (યુકે) વૂલીચ શિવાજી અને પન્નાબાઈ શાખા દ્વારા હેરિસ એકેડમી ફાલ્કનવુડ, વેલિંગ, કેન્ટ, DA16 2PE ખાતે તા. 19ના રોજ સાંજે 7થી 8:45 રામાયણ થીમ આધારિત રમતો અને શ્રી રામ જન્મસ્થાનના ઇતિહાસ વિશે વાતો થશે.
  • શ્રી કૃષ્ણ રિસોર્સ સેન્ટર દ્વારા તા. 23ની સાંજે 6 થી 8 સુધી રામ જી શોભા યાત્રા, રાજ્યાભિષેક પૂજા, કલ્ચર પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

LEAVE A REPLY

2 × three =