A post office sign hangs above a shop in Belgravia, in London, Britain January 7, 2024. REUTERS/Hollie Adams

બીબીસીએ અહેવાલ આપ્યો છે કે કૌભાંડનો ભોગ બનેલા કેટલાક ભારતીય મૂળના લોકોએ દાવો કર્યો છે કે તેમની સામે જાતિવાદે પણ રમત રમી હતી.

સાઉથ એશિયન વંશના અન્ય એક વ્યક્તિએ કહ્યું, “એવું લાગતું હતું કે અમે મૂંગા હતા, કારણ કે ઇંગ્લિશ અમારી પ્રથમ ભાષા ન હતી ને જાણે કે અમે મૂળભૂત એકાઉન્ટિંગને સમજવા માટે સંઘર્ષ કરતા હતા.”

બલવિન્દર ગિલે બીબીસીના ‘ન્યૂઝનાઈટ’ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે 2004માં પોસ્ટ ઓફિસમાંથી £108,000 GBPની ચોરી કરવાનો ખોટો આરોપ મૂક્યા બાદ તેમનું જીવન બરબાદ થઈ ગયું હતું. તેઓ બાદમાં માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને ત્રણ વખત સેક્શન કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે “મારા માતા-પિતા ગોરા ન હોવાથી જાણે કે તેઓ મૂર્ખ હોય તે રીતે વાત કરવામાં આવી હતી. તેમને અનુભવ કરાવાયો હતો કે તેઓ સિસ્ટમને સમજી શકતા નથી અને તેઓ મૂર્ખ છે.”

સરકારી માલિકીની પોસ્ટ ઓફિસ લિમિટેડની શાખાના ઘણા મેનેજરો સાઉથ એશિયન મૂળના છે. 2012ના સત્તાવાર ડેટા મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ભારતીય વારસાના 1,547 સબ-પોસ્ટમાસ્ટર અને એજન્ટો હતા.

મેટ્રોપોલિટન પોલીસે પણ પુષ્ટિ કરી છે કે તે સંભવિત છેતરપિંડીના ગુનાઓ અંગે પોસ્ટ ઓફિસની તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

twenty − eight =