
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 25 ઓગસ્ટની સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા પછી નિકોલની હરિદર્શન ચોકડીથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી બે કિમી લાંબો રોડ શોમાં કર્યો હતો. રોડ શો રૂટ પર અને નિકોલના જાહેર સભાના સ્થળે લગભગ એક લાખ લોકો હાજર રહ્યાં હતાં. મોદીએ 5,477 કરોડ રૂપિયાના વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
રોડ શોના માર્ગો પર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ખાસ સ્ટેજ ઊભા કરાયા કરાયા હતાં. વડાપ્રધાન મોદીના રોડ શો માટે સરકારે અગાઉથી તૈયારીઓ કરી હતી. વરસાદની આશંકાને ધ્યાને રાખતા નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાના સ્થળે વિશાળ વોટર પ્રુફ જર્મન ડોમ તૈયાર કરાયો હતો. વડાપ્રધાનના રોડશોને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
અમદાવાદ એરપોર્ટ પર મોદીનું આગમન થતાં, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન સીઆર પાટિલે તેમનું સ્વાગત કર્યું હતું.
