શ્રી રાભેરૂ પ્રિન્સ ફિલિપ સાથે
  • બાર્ની ચૌધરી દ્વારા

રાજકારણીઓ, પ્રોફેશનલ્સ, વૈશ્વિક અને કોમનવેલ્થ નેતાઓના જણાવ્યા મુજબ પ્રિન્સ ફિલિપે પેઢીઓના અંતરને પાર કરીને સાઉથ એશિયનોને બ્રિટનનું પરિવર્તન કરવામાં મદદ કરી હતી. ડ્યુકને ખોટી રીતે રેસીસ્ટ તરીકે દર્શાવવામાં આવે છે, જ્યારે ખરેખર તો તેઓ સમાનતાની સંભાળ રાખતા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપનારા સૌ કોઇએ કહ્યું હતું કે તેઓ એક “સાચા લોકસેવક” હતા.

કોમનવેલ્થના સેક્રેટરી-જનરલ, પેટ્રિશિયા સ્કોટલેન્ડે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, “તેમણે આ વાત પવિત્ર રીતે શાંતિથી કરી હતી, કારણ કે તેઓ બધુ કરાવવા માંગતા હતા. તેઓ વાત નહિં પણ કામ કરવા માંગતા હતા. તેઓ કૉમનવેલ્થ સર્વિસમેન અને મહિલાઓ કે જેમણે તેમની સાથે યુદ્ધમાં સાથે સેવા આપી હતી તેમને ક્યારેય ભૂલ્યા નહતા. તેઓ યુધ્ધમાં આગળની હરોળમાં હતા અને માટે જ તેમને એક હીરોની જેમ જોવામાં આવ્યા હતા. તેઓ ‘મેજેસ્ટી ધ ક્વીન’ની બાજુમાં ઉભા હતા. તેઓ કદાચ રાણીથી બે ડગલા પાછળ ચાલતા હશે, પરંતુ તેઓ કોમનવેલ્થના અને રાષ્ટ્રો વચ્ચે સમાનતાના સમર્થનમાં તેણીની બાજુમાં ઉભા રહ્યા હતા. હકીકત એ છે કે જેઓ ગરીબ હતા, અને વંચિત હતા તેમને તેઓ ભૂલી શક્યા નહીં. તેઓ પેસિફિક, કેરેબિયન અને અન્ય સ્થળોએ અમારા કોમનવેલ્થના સૌથી નાના ટાપુઓ સુધી, સૌથી દૂરના પ્રદેશોમાં ગયા હતા.”

1956માં પ્રિન્સ ફિલિપે સ્થાપેલ કોમનવેલ્થ સ્ટડી કોન્ફરન્સનો લાભ મેળવનારા અને 1976માં, 18 વર્ષની ઉંમરે રોયલ નેવીમાં જોડાયેલા અમજદ હુસેન પ્રથમ અને એકમાત્ર અશ્વેત વ્યક્તિ તરીકે ત્રીજા ક્રમના ઉચ્ચ અધિકારી, રીઅર એડમિરલ બન્યા હતા. તેમણે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “ડ્યુક તીવ્ર હતા અને આખા લાંબા દિવસ દરમ્યાન તેઓ દરેક રજૂઆતો સાંભળતા અને જરૂર પડે તેની ટીકા કરતા. એવા દાખલા હતા કે તેઓ પોતાના અનુભવની વિશાળતાને કારણે અંદરની વાત બહાર લાવવા માટે સક્ષમ બનતા. પ્રિન્સ ફિલિપ પાસે તેમના કઠોર ટીકાકારોને જીતવાની ક્ષમતા હતી. ઘણા ટ્રેડ યુનિયનવાદીઓ ડ્યુકના વિરોધી હતા. તેઓ તેમને મળવા માંગતા ન હતા, અને અમે પછી તેમની સાથે ડિનર લેવામાં માનતા હતા.’’

ટેક ફર્મ જેનિસીસ ગ્રુપના સ્થાપક અને જોઇન્ટ ફંડીંગ બોર્ડ ફોર યુકે એન્ડ ઇન્ટરનેશનલ એંગેજમેન્ટ ફોર ધ એવોર્ડ્ઝના અધ્યક્ષ અશોક જે રાભેરૂ 2000માં ડ્યુક ઑફ એડિનબરા ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા હતા. પ્રિન્સ ફિલિપ, ખાસ કરીને તેમની ટ્રસ્ટીઓની પ્રથમ મીટિંગમાં તેમના માટે ખાસ ઉદાર રહ્યા હતા. તેમણે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “તેમણે ખાતરી કરી કે હું તેની બાજુમાં બેસુ. હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું. અમને કાગળોનો સંપૂર્ણ સ્ટેક મળતો પણ હું તેને 100 ટકા પચાવી શકતો નહતો. તેઓ તેના પર વિગતવાર ધ્યાન કેન્દ્રિત કરતા. જે મારા માટે સુંદર અનુભવ હતો અને પ્રામાણિકતાથી કહું તો તેમણે મને ટોક્યો પણ હતો. પરંતુ હું શીખ્યો છું કે આવી મીટિંગ્સ માટે કેવી રીતે તૈયાર થવું. તેમણે મને વ્યક્તિગત રૂપે મદદ કરી છે, કે મારી પોતાની કંપનીમાં કેવી રીતે વર્તવું.’’

બકિંગહામશાયરના ડેપ્યુટી લેફ્ટનન્ટ રાભેરૂ ઘણા પ્રસંગોએ ડ્યુકને મળ્યા હતા. રાભેરૂ કહે છે કે “તેઓ મને જોતા ત્યારે હંમેશાં મારી હાજરીનો સ્વીકાર કરતા અને મારા ‘ટ્રીપ્લેટ્સ’ સંતાનો કેમ છે તેમ પૂછતા હતા. તેમને મારી કંપનીનું નામ પણ યાદ હતું જે મારા માટે એક ખાસ વ્યક્તિનું નિશાન છે.”

પ્રિન્સ ફિલિપ ચેશાયરના વૉરિંગ્ટનના 19 વર્ષના સ્કાય ન્યૂઝના સંવાદદાતા, ઇન્ઝમામ રશિદને પહેલીવાર મળ્યા હતા. રશિદે ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’તેમણે અમારા જૂથ તરફ જોયું હતું અને મઝાકમાં કહ્યું હતું કે હું આશા રાખું છું કે તેઓ તને બધી બેગ  ઉંચકવા લાવ્યા નથી. અને પછી મારા મમ્મી-પપ્પા તરફ વળી આંગળીથી ઇશારો કરી પૂછ્યું હતું કે ‘આ તમારો છોકરો છે? ઘણા લોકો આ મજાકને ખોટી રીતે લઇ શકે છે. પરંતુ મને તે અપમાનજનક લાગી નહતી. તે ખૂબ જ કુદરતી વાતચીત હતી, તે મને હસાવતી હતી.’’

પ્રખ્યાત શેફ અને ગ્રેટર લંડનના ડેપ્યુટી લેફ્ટનન્ટ સાયરસ તોડીવાલા, 2012માં રાણીની સુવર્ણ જયંતી માટેના પ્રથમ ભોજન સમારંભના પ્લાનિંગ અને તૈયારીમાં એક વર્ષ લાગ્યુ હતું. તે મેનુ, બ્રિટીશ અને ભારતીય કુઝીનનું મિશ્રણ હતું જેનું શાહી શેફ દ્વારા પરીક્ષણ અને ચાખવામાં આવ્યું હતું. તોડીવાલાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’ડ્યુક પાસે બુદ્ધિ અને વિશાળ જ્ઞાન હતું. એશિયન ગીધની વસ્તી  લગભગ 98 ટકા ઘટી ગઇ છે. RSPB એ મને પૂછ્યું હતું કે શું હું ગીધ પ્રોજેક્ટ માટે નાણાં એકત્રિત કરવા માટે ડિનરનું આયોજન કરું? મેં મિત્ર લોર્ડ બીલીમોરીયાને આ પ્રોજેક્ટ માટે થોડા શબ્દો કહેવા કહ્યું હતું. એક દિવસ અમે પેલેસમાં મળ્યા તો ડ્યુકે સીધું જ પૂછી લીધું કે તમારું પૈસા ભેગા કરવાનું કામ કેવી રીતે ચાલે છે? મને પછીથી સમજાયું હતું કે તેઓ RSPBના પેટ્રન હતા.‘’