Britain's Princess Beatrice and property tycoon Edoardo Mapelli Mozzi (Photo by FRANCOIS GUILLOT/AFP via Getty Images)

મહારાણીની પ્ર-પૌત્રી પ્રિન્સેસ બીએટ્રિસ અને જમાઇ એડોઆર્ડો માપેલી મોઝીને ત્યા પાનખરમાં તેમના પ્રથમ બાળકનું અવતરણ થશે તેવી બકિંગહામ પેલેસે જાહેરાત કરી છે.

પેલેસે કહ્યું હતું કે ‘’તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવામાં ખૂબ જ આનંદ થાય છે. ડ્યુક ઑફ એડિનબરાના નિધન બાદ આ સમાચારથી રાજવી પરિવારમાં આનંદ છવાયો છે. મહારાણીને આ સમાચારની જાણ કરવામાં આવી છે અને બંને પરિવારો આ સમાચારથી આનંદિત છે.”

પ્રિન્સેસ બીએટ્રિસ (32) અને મેપેલી મોઝીએ તેમના આયોજિત લગ્ન રોગચાળાને કારણે મોકૂફ રખાયા બાદ ગયા જુલાઈમાં ગુપ્ત લગ્ન કર્યા હતા. ઉનાળામાં સસેક્સિસના બીજા બાળકના આગમન પછી આ બાળક મહારાણીનું 12મું ગ્રેટ-ગ્રાન્ડ ચાઇલ્ડ હશે.