પ્રિયંકા ચોપરા
(Photo by Tristan Fewings/Getty Images)

પ્રિયંકા ચોપરા જ્યારથી નિક જોનાસ સાથે લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી થઈ છે ત્યારથી તે એક ગ્લોબલ આઇકોન બની . પરંતુ આ સાથે તે હજુ પણ સંપૂર્ણપણે ભારતીય છે. તેને આજે પણ ભારતીય વાનગીઓ ખૂબ પસંદ છે.

તાજેતરમાં જ તેની હોલીવૂડ ફિલ્મ ‘હેડ્ઝ ઓફ સ્ટેટ’ રીલીઝ થઈ છે, જેમાં તે એક્શન સીન કરતી દેખાય છે. તાજેતરમાં જ તેમણે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન પોતાને ભાવતાં ભોજન અને પસંદગીઓ વિશે વાત કરી હતી.

તેણે મીડિયા સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે, ‘મારું ડિનર હંમેશા ગરમ સૂપથી શરૂ થાય છે. પછી મેં જે બપોરના જમવામાં લીધું હોય એ જ ભોજન લઉં છું. એ બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. કેટલીક બીજી પણ એવી વાનગીઓ છે એમાં મને દાળ પણ બહુ ભાવે છે, ભીંડા બહુ ભાવે છે, કોબી બટેકા બહુ ભાવે છે. હવે હું શાકાહારી બની રહી છું. આ સિવાય મારે હંમેશા જમવામાં દહીં જોઈએ છે, મને રાયતું બહુ જ ભાવે છે અને અથાણું પણ ઘણું મહત્વનું છે. સલાડ પણ બહુ મહત્વનું છે. હવે જ્યારે હું અમેરિકામાં રહું છું ત્યારે સામાન્ય રીતે મને સેંડવિચ પસંદ નથી. મને હંમેશા શેકેલાં શાકભાજી અને ફિશ ગમે છે. મને સારું, ટેસ્ટી અને તાજું બનાવેલું સલાડ ખાવું ગમે છે.’

ઘણા લોકો પોતાનું ભોજન સૂપથી શરૂ કરવાનું પસંદ કરતાં હોય છે, તે સંતોષ આપે એવું અને પેટ ભરાય એવું હોય છે. તેનાથી ભૂખ પણ ઉઘડે છે અને તેના આરોગ્યલક્ષી ઘણા ફાયદા પણ છે.

LEAVE A REPLY